જયારે પણ આપણે કોઇની સાથે ઝઘડો કરીએ છીએ,

કશું એ ના સમજયા એટલે ઉંચા ઉંચા અવાજે બુમો પાડીએ છીએ.

સાંભળવાની કે સમજવાની પરવા કર્યા વગર બસ,

બોલ્યા જ કરીએ છીએ ત્યારે આખરે… દોસ્તીની,

સૂચિમાંથી એક નામ છેકાય છે. અને સાથે સાથે જ,

ભીતરમા કંઇક મુરઝાય જાય છે… કંઇક ખોવાય,

જાય છે!!! ખરેખર તો કોઇ પણ દોસ્ત કે મિત્રને,

ખોય નાખવા એટલે કે જીંદગી ના થોડા શ્વાસોને વેડફી નાખવા !!!

માણસ માત્ર મોતના કારણે જ ખાલી નથી મરતો દોસ્તી ના,

મરવાથી પણ માણસ ક્યારેક મરી જાય છે… પણ … જીવતે જીવતા,

મૈત્રી… દોસ્તી બહું જ કિંમતી ચીજ છે.

જો આપણે તે સાચવતા આવડે તો !!!!!!!!