Project Description
આમ તો હું સોળ વર્ષની વયે કવિતાની આંગળી પકડીને સાહિત્ય જગતમાં પ્રવેશયો હતો પછી તો વાર્તા, નિબંઘ, નવલકથા રસ અને રુચિ પ્રમાણે લખતું રહ્યું. જયારે હું અમદાવાદમાં અનુસ્નાતક અભ્યાસ માટે ગયો ત્યાં મને બ્લોગ લખવા માટેની પ્રેરણા આપી અને મારા મામી એ મને એ બધી કવિતાઓ અને લેખો ને પુસ્તક રુપે પ્રકાશિત કરવા માટે પ્રેરણા આપી. ત્યારે મેં સ્વ પ્રકાશનના ત્રણ પુસ્તકો પ્રકાશીત કર્યા. તેમા પ્રથમ પુસ્તક “હિના”, બીજુ પુસ્તક “ધ સીક્રેટ ઓફ થીન્કીંગ” અને ત્રીજુ પુસ્તક “લગ્ન પુરાણ” હતા. પરંતુ કોમ્પુટરનો ડેટા જતો રહેવાથી બધા પુસ્તકો પણ જતાં રહ્યા અને હવે આપણી સમક્ષ ફરી પાછુ એ બધું સાહિત્ય લઇને અહિં આવવાનો અનેરો આનંદ છે.
ઝીણાં ઝીણાં સંવેદનો ગઝલના ઝીલતા જાય અને આપણને ભીતરથી સાવ હળવાંફુલ કરતા જાય સાથે આખું જગત આપણી સાવ નિકટ આવતું જાય અને આપણે અંદરથી ભરેલાં ભરેલાં થઇ જઇએ. સીધા અને સરળ શબ્દોમાં ગઝલ લખી તેને સરસ લય, તાલની ઝાંઝરી પહેરાવી રૂમઝૂમ રૂમઝૂમ કરતી ખુદના મન ને ભાવવિભોર કરતી ને સાથે સાથે શ્રોતાને પણ પ્રેમથી સ્પર્શતી જાય છે. કદાચ એટલે જ કવિ દુનિયાનો સૌથી અમીર અને ભાગ્યશાળી વ્યક્તિ કહેવાય છે કારણ જે પોતાના દિલની લાગણીને પોતાની ભાષામાં લખી અને સામે આપ જેવા શ્રોતાઓને કૃતાર્થ કરે છે. સાતત્યપુર્ણ રીતે કરેલાં મારા કવિકર્મના પરિપાકરૂપે “હિના – ગઝલસંગ્રહ” આપની સમક્ષ ત્રીજી આવૃતિ પ્રગટ થઇ રહી છે. આશા છે જે મારા ભાવકોને ગમશે.
મારી ગઝલ સાધનામાં હમેંશાના પથદર્શક એવા મારા દાદી સ્વ શ્રી ઓતમબેન, મારા દાદા સ્વ શ્રી ગોપાલભાઇ, મારા પપ્પા શ્રી જયંતિભાઇ, માતા શ્રી હેમલતાબેન, કાકા શ્રી વલ્લ્ભભાઇ, કાકી શ્રી રમીલાબેન અને મારા ચાર ભાઇઓ કૌષિક, કલ્પેશ, નિકેતન અને નિશાંત તેમજ મારો સમ્રગ પરીવાર જે બધા હમેંશા જીવન પથ પર માર્ગદર્શન આપી રહ્યા છે.
પોતાના દિલ ની લાગણીઓ ને ફક્ત પોતાના દિલમાં જ ન રહેવા દેવા અને તે લાગણીઓને શબ્દ નો આકાર આપી અને તેને લખવા માટે પ્રેરણા આપનાર મારા દિલ થી નજીક ખાસ મિત્રનો આભાર માનું છું.
લખેલું બધું પુસ્તકમાં પ્રકાશિત કરવા પ્રેરણા આપનાર મારા મામી શ્રી ભાવનાબેન ચાંગાણી નો આભાર માનું એટલો ઓછો છે.
પોતાની સાથે રમવાના દિવસોમાં થોડો થોડો સમય આપી ફરી આપની સમક્ષ લખી અને રજુ કરવાની પ્રેરણા આપનાર મારા પુત્ર શ્રી શિવેન નો આભાર માંનું એટલો ઓછો છે.
અંતે હમેંશાની પથદર્શક અને હમસફર મારી પત્નિ શ્રી જિંકલ માટે આભાર શબ્દ ટુંકો પડે ને મોટો પણ છતાં પણ તેનો આજીવન આભારી જ રહીશ.
– દિવ્યેશ જે. સંઘાણી
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: