તુ જાણે છે છતા શાને અજાણ બને છે,
વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ,
તો તેનો તારો જવાબ શું હશે?
લોહીથી નીતરતો એક પત્ર લખુ,
તો તેનો તારો જવાબ શુ હશે?
તુ જાણે છે છતા શાને અજાણ બને છે,
જો એમ કહુ કે મારે રહેવુ છે તારા આંખો માં,
પણ જો બની જાવ તારી આંખો નુ નુર,
તો તેનો તારો શુ જવાબ હશે?
જાણુ છુ કે પહેલી પહેલી વખત ના પાડવાની,
આદત હોય છે આજ કાલની છોકરીઓને,
પણ બીજી વખત પ્રેમનો પ્રસ્તાવ મૂકુ,
તો તેનો તારો જવાબ શુ હશે?
તુ જાણે છે છતા શાને અજાણ બને છે,
જો એમ કહુ કે મારે રહેવુ છે તારા દિલ માં,
પણ જો બની જાવ તારા દિલ ની ધડકન,
તો તેનો તારો શુ જવાબ હશે?
જાણુ છુ કે વધારે ને વધારે ભાવ ખાવાની,
આદત હોય છે આજ કાલની છોકરીઓની,
પણ જીદગીભર સાથ નીભાવવાનો પ્રસ્તાવ મૂકુ,
તો તેનો તારો જવાબ શુ હશે?
તુ જાણે છે છતા શાને અજાણ બને છે,
જો એમ કહુ કે રહેવુ છે તારા ખ્વાબ માં,
પણ બની જઇશ જો હકિકત તારી જીદગી ની,
તો તેનો તારો જવાબ શુ હશે?
જાણુ છુ કે તુ પણ બની ગઇ છે,
પાગલ દિવાની મારા પ્રેમ મા,
પણ જો હવે ઇજાજત હોય તો,
હુ પણ કહુ કે તુ પણ બની ગઇ છે,
જાન મારા આ ધડકતા દિલ ની.
Leave A Comment