મને થયુ કે તું મને પ્રેમકરીશ,

તેની મેં આ દિલમાં આમનોંધકરી.

 

 

તારી એક-એક તીર્છી નજરની,

મારા દિલમાં તેની ખતવણીકરી.

 

 

પરંતુ તુ બીજા સામે જોઇને હસવાલાગી,

તેની પણ મેં પેંટાનોંધ કરી.

 

 

તારો પ્રેમ એ મારી મૂડીછે,

મારી આ ભૂલની નોંધ મેં ભૂલ સુધારણા નોંધખાતે કરી.

 

 

તારા મેક અપ અને કેન્ટીન ના ખર્ચાપુરા કરવાં,

મે મારી બધી બેંક સિલકને નીલ કરી.

 

 

તારા પ્રેમ માં વધારો-ઘટાડોથાય છે,

તેની નોંધ મેં રોકાણ વધ-ઘટખાતે કરી.

 

 

મેં તને પ્રેમ કર્યો કાયમી મિલકતસમજી,

પરંતુ તેં તેની અસર ચાલુ મિલકતજેવી કરી.

 

 

ભુલ કરી તારા ઘાલખાધજેવા પ્રેમ સામે,

તેની નોંધ પણ મેં ઘાલખાધખાતે કરી.

 

 

તારા તે આવા પ્રેમ માં એવો બળીગયો છુ હુ,

છતાં પણ વિમા કંપની એ દાવા ની રકમમજુર ન કરી.

 

 

હવે ખબર પડી તારા પ્રેમરૂપી વેપાર ખાતામાં,

મેં તો ફકત ખોટ અને ખોટજ કરી.

 

 

તુ તો મને કહેંતી હતી કે તુ તો મને બહું વ્હાલોછે,

પરંતુ તેની તો તે એક પણ ખાતેનોંધ ના કરી.

 

 

છતાં પણ તારા પ્રેમ માં થયો પાગલ”,

તેથી લોકો એ પણ મને કર્યો નાદારજાહેર.

 

 

છતાં પણ તેને કરુ છુ કેટલો પ્રેમતેને તેની,

જાણ કરવાં મેં krutarth.comમાં જાહેરાતકરી.

 

 

મારા પ્રેમ ની આ જાહેરાતવાંચી,

તે મારા પ્રેમ ની ઘાલખાધ પરતકરી,

તેની નોંધ મેં નફા નુકશાન ખાતે” “જમાંકરી.

 

 

તારા ને મારા પ્રેમ નુ ખાતુ સરભરકરવાં,

તે મારી સાથે લગ્નકરી ને,

પાકા સરવૈયાનો
સરવાળોકર્યો.

 

 

 

 

– DIVYESH J. SANGHANI