હજી પણ યાદ છે મને કે નામ જોડાયુ હતું કોઇના નામ ની સાથે,
હવે સમજાયુ મને કે પ્રેમ માં લાગણી ની તુલના હું કઇ રીતે કરી શકું.
હજી પણ યાદ છે મને કે મન પાગલ થયુ હતું કોઇના સ્વપ્ન પાછળ,
હવે સમજાયુ મને કે પ્રેમ માં દિવાના બનવાનો લહાવો કંઇ અલગ જ હોય છે.
હજી પણ યાદ છે મને કે કહિ કિનારો દેખાયો હતો પ્રેમ ના સાગરનો,
હવે સમજાયુ મને કે પ્રેમ માં પડવા કરતાં ડૂબવાનો લહાવો કંઇ અલગ જ હોય છે.
હજી પણ યાદ છે મને કે તેની નજર મળી ત્યાં જ પ્રીત સાચી થઇ હતી,
હવે સમજાયુ મને કે કુદરતકેરા ન્યાયમાં નજર લટકી ત્યાં જીંદગી ગઇ અટકી.
હજી પણ યાદ છે મને કે તેની હરએક ઝલક પામવા માટે કરી હતી કેટલી તપસ્યા,
હવે સમજાયુ મને કે પાગલ પ્રેમની આ તપસ્યા મારે માટે જીંદગીભર ની દુઆ કરી ગઇ.
હજી પણ યાદ છે મને કે ભુલથી કયારેક તેની આંખોમાં આંજી શું દીધુ હતુ કાજલ,
હવે સમજાયુ મને કે ત્યારની તેની વેદના મારે માટે જીંદગીભર આંસુ ને છોડી ગઇ.
હજી પણ યાદ છે મને કે વિતાવ્યા હતા તેની સંગાથે કેટલાક દિવસો,
હવે સમજાયુ મને કે કેટલી જીવી હતી રંગીન જીદગી તેની સંગાથે હરએક પળમાં.
હજી પણ યાદ છે મને કે એનાથી છુટા પડવાનો દિલમાં કંઇક હતો એવો ડર,
હવે સમજાયુ મને કે કુદરત પણ ક્યારેક તેને સાચુ પાડી જીદગી વિરાન કરી શકે છે.
હજી પણ યાદ છે મને કે તેની સંગ જીદગીભર સાથ નીભાવવા ખુદા પાસે માંગી હતી દુઆ,
હવે સમજાયુ મને કે એજ ખુદા એ કર્યો કેવો નિર્મળ છળ તેની ખબર પણ ન પડવા દિધી.
Leave A Comment