મને થયુ કે તું મને “પ્રેમ” કરીશ,
તેની મેં આ દિલમાં “આમનોંધ” કરી.
તારી એક-એક તીર્છી “નજર” ની,
મારા દિલમાં તેની “ખતવણી” કરી.
પરંતુ તુ બીજા સામે જોઇને “હસવા” લાગી,
તેની પણ મેં “પેંટા” નોંધ કરી.
તારો પ્રેમ એ મારી “મૂડી” છે,
મારી આ ભૂલની નોંધ મેં “ભૂલ સુધારણા નોંધ” ખાતે કરી.
તારા મેક અપ અને કેન્ટીન ના “ખર્ચા” પુરા કરવાં,
મે મારી બધી “બેંક સિલક” ને નીલ કરી.
તારા પ્રેમ માં “વધારો-ઘટાડો” થાય છે,
તેની નોંધ મેં “રોકાણ વધ-ઘટ” ખાતે કરી.
મેં તને પ્રેમ કર્યો “કાયમી મિલકત” સમજી,
પરંતુ તેં તેની અસર “ચાલુ મિલકત” જેવી કરી.
ભુલ કરી તારા “ઘાલખાધ” જેવા પ્રેમ સામે,
તેની નોંધ પણ મેં “ઘાલખાધ” ખાતે કરી.
તારા તે આવા પ્રેમ માં એવો “બળી” ગયો છુ હુ,
છતાં પણ વિમા કંપની એ “દાવા ની રકમ” મજુર ન કરી.
હવે ખબર પડી તારા પ્રેમરૂપી “વેપાર ખાતા” માં,
મેં તો ફકત “ખોટ અને ખોટ” જ કરી.
તુ તો મને કહેંતી હતી કે તુ તો મને બહું “વ્હાલો” છે,
પરંતુ તેની તો તે એક પણ “ખાતે” નોંધ ના કરી.
છતાં પણ તારા પ્રેમ માં થયો “પાગલ”,
તેથી લોકો એ પણ મને કર્યો “નાદાર” જાહેર.
છતાં પણ તેને કરુ છુ કેટલો “પ્રેમ” તેને તેની,
જાણ કરવાં મેં “krutarth.com” માં “જાહેરાત” કરી.
મારા પ્રેમ ની આ “જાહેરાત” વાંચી,
તે મારા પ્રેમ ની “ઘાલખાધ પરત” કરી,
તેની નોંધ મેં “નફા નુકશાન ખાતે” “જમાં” કરી.
તારા ને મારા પ્રેમ નુ ખાતુ “સરભર” કરવાં,
તે મારી સાથે “લગ્ન” કરી ને,
“પાકા સરવૈયા” નો
“સરવાળો” કર્યો.
Leave A Comment