દુનિયા મા ન જાણે કેટલા લોકો વસે છે. તેમા અલગ અલગ ધર્મ અલગ અલગ રંગ ના લોકો નો સમાવેશ થાય છે. પણ તે બધા લોકો માં એક વાત સામાન્ય છે અને તે છે પ્રેમ… કેમ સાંચુ છે ને ??? જો ખોટું હોય તો તમે મને કોઇ પણ એવી વ્યકતી બતાવો જેમને કોઇ જોડે આ દુનીયા મા પ્રેમ ના હોય.
તે પ્રેમ માં ધણા બધી વ્યકતી ના પ્રેમ નો સમાવેશ થાય છે. જેમકે માં – બાપ, ભાઇ – બહેન, પતિ – પત્ની કે પછી એવા સંબધ કે જેનુ કોઇ નામ નથી જેવાકે મીત્રતા, ઇન્સાંનીયત અને ધણા બધા સામાજીક સંબંધો. તો પછી આ સંબંધો બને છે કેવી રીતે… જયારે કોઇ પણ વ્યક્તી આ દુનિયા માં જન્મ લે છે ત્યારે તે આ દુનિયા ની કોઇ પણ વ્યક્તી ને જાણતી નથી. ત્યારે તે વ્યકતી સૌ પ્રથમ તેના દિલ ની લાગણી તેમની માં જોડે બંધાય છે કારણ કે તે એક જ એવી વ્યકતી છે જે તેમની સાળ સંભાળ રાખે છે અને જ્યારે તે રડે છે ત્યારે તેમને શાંત પાડે છે. ત્યાર બાદ તેનો સંબંધ દુનિયા મા ન જાણે કેટલા બધા લોકો જોડે બંધાય છે. પણ આ બધા સંબંધો માં કોઇ એક સંબંધ કંઇક ખાસ હોય છે અને તે છે પ્રેમી – પ્રેમીકાનો અથવા તો પતિ – પત્નીનો..
તો આવો આપણે જોઇએ કે તે એક ખાસ સંબંધ કેવી રીતે બંધાય છે…
આપણી જીંદગી મા પ્રેમ નુ પહેંલુ પગથીયુ :
કયાનો પ્રેમ
આ પ્રેમ – બ્રેમ તો બસ વાર્તાઓમા થાય, કવિતાઓ મા થાય, નાટકમા થાય, ફિલ્મોમા થાય, અને બહુ તો વળી સિરિયલોમા થાય. પણ એ બધી તો વાર્તા જ કહેવાય. વાર્તા દિલ બહેલાવા પુરતી જ ઠીક હોય છે. બાકી જીંદગી મા પ્રેમ શુ અને બ્રેમ શુ તેઓ એ કયારેય પણ પ્રેમ ને મહેસુસ કર્યો નથી. બસ બહુમા બહુ તો તેને જોયો હોય છે અથવા તો કોઇ પણ પાસે થી સાંભળયુ હોય છે કે પ્રેમ આવો હોય છે પ્રેમ તેવો હોય છે. પણ પ્રેમ ની જીદગી મા કેટલી જરૂરીયાત છે તે તેઓ જાણતા નથી.
આપણી જીંદગી મા પ્રેમ નુ બીંજુ પગથીયુ :
વન – વે પ્રેમ
હથેળી માં લાલ કલર ની પેન થી દિલ દોરુ / ચીતરયુ હોય અને એમા પણ વળી તેમા એ, બી, સી, ડી, નો કોઇ પણ એકાદ અક્ષર લખ્યો હોય, તીર દિલ ની આરપાર જતુ હોય, તેનો ફોન નંબર નોટબુક ના છેલ્લા પેઇઝ પર લખેલો હોય પણ તેમને એકાદો પણ બ્લેંક કોલ કે મીસ કોલ પણ કરવાની હિંમત ના કરી હોય, તેમના ઘર નુ પુરુ સરનામુ હોય પણ “મારા ઘર પર સતનારાયણ ની કથા હતી તેનો પ્રસાદ આપવા માટે આવ્યો છુ તેવુ કોઇ પણ ફાલતુ બહાનુ કાઢી ને પણ તેમના ઘરમા ઘુસવાની પણ કંદી હિંમત ના કરી હોય”. જો કયારેય પણ પેલી ની એક્ટીવા રસ્તા પર બંધ પડી જાય તો અથવા તો સ્ટાર્ટ ના થતુ હોય તો લાવ / ચાલ સ્ટાર્ટ કરી આપુ એમ કહીને છેવટે ધકકો પણ મારવાનો ચાન્સ ન લઇ શક્યો હોય છતાં પેટ ભરી ને એટલા પ્રેમ પત્રો લખ્યા હોય પણ અને તેમાથી એક પણ પોસ્ટ ના કર્યા હોય.
આપણી જીંદગી મા પ્રેમ નુ ત્રીંજુ પગથીયુ :
હોંબી પ્રેમ
જેવી રીતે કોઇ માણસ ને ટપાલની ટીકિટ ને ભેગી કરવાનો શોખ હોય છે તેવી જ રીતે કેટલાક પ્રેમીઓની હોબી હોય છે. આવા પ્રેમીઓ કોઇને કોઇ વાર તહેવારે કિંમતી ગીફટ અને વેલેન્ટાઇનસ ડે કાર્ડ, બર્થ ડે કાર્ડ, ફ્ર્રેન્ડશીપ ડે કાર્ડ વગેરે ખરીદે છે પરંતુ તે સામે વાળી વ્યકતી ને કયારેય પણ આપતા નથી બસ તેને સાચવી રાખે છે. આ તમામ ચીજ વસ્તુ નુ તેઓ પોતાના ફ્ર્રેન્ડસ સામે પ્રદર્શન કર્યા રાખતા હોય છે. છતા પણ તે સામી વાળી વ્યકતી ને કયારેય આપી શકતા નથી. મારે તેને આ ગીફટ અને કાર્ડ આપવુ છે પણ કંઇ રીતે આપવુ તેને. તે મને રીજેકટ કરશે તો!!! આવા જ કોઇ ને કોઇ બીજા વિચારો મા તે આગળ વધવાની કોશીષ કરતા હોય છે.
આપણી જીંદગી મા પ્રેમ નુ ચોથુ પગથીયુ :
હાય – હેલ્લો પ્રેમ
જયારે કોઇપણ છોકરો કે છોકરી એક્બીજા ના પરીચય મા આવે છે જયારે એકબીજા સામા મળે ત્યારે એકબીજાને હાય કહેવાનુ અને કોઇપણ કારણસર એકબીજાને ફોન કરે ત્યારે હેલ્લો કહેવાનુ. પ્રેમ ના આ પગથીયે ફકત હાય અને હેલ્લો જ ચાલ્યા કરતુ હોય છે. જનરલી આવી મોસ્ટોપ વ્યક્તીઓ ગ્રુપ મા જ જોવા મળે છે. બધા જ સાથે સ્કુલ મા, કોલેજ મા, કે પછી ટ્યુશન કલાસીસ મા એક સાથે જતા હોય છે. બધા જ કલાસ માંથી એકી સાથે બંક મારી ને કલાસની બારે એક્બીજા સાથે બેસીને વાતો ના ગપા મારતા હોય છે. છતા પણ કોઇ ના ચોક્ઠા ગોઠવાયા હોતા નથી. આમને આમ સમય પસાર થતો હોય છે ત્યારે અચાનક જ તેને ભાન થાય છે કે “સાલુ આતો મોડું થઇ ગયું!!!” એટલે એકબીજા ને ફોન કરે.
દિવ્યેશ ફોન ઉપાડી ને નંબર ડાયલ કરે છે.
દિવ્યેશ : હેલ્લો જીગિષા?
જીગિષા : હા આપ કોન બોલો છો?
દિવ્યેશ : યરે યાર અવાજ નથી ઓળતી મારો!!!
જીગિષા : કોન દિવ્યેશ બોલે છે?
દિવ્યેશ : વાહ શુ વાત છે મારો અવાજ ઓળખી ગઇ તુ.
જીગિષા : તુ પણ શુ વાત કરે છે યાર હુ તારો અવાજ ના ઓળખી જાવ!!!
દિવ્યેશ : હાય જીગિષા શુ કરે છે.
જીગિષા : કંઇ નહીં… મમ્મી સાથે બહાર ગઇ હતી બસ જો અત્યારે જ ઘર પર આવી.
તુ બોલ તારે શુ ચાલે છે.
દિવ્યેશ : કંઇ નહીં… બસ જો અત્યારે તારી સાથે વાત કરુ છુ.
જીગિષા : અં.. હં… કંઇ કામ હતુ??
દિવ્યેશ : અં.. હં… ના કંઇ કામ ન હતુ પણ થયુ કે ચાલ ને જીગિષા ને ફોન તો કરવા દે.
અં.. હં… હા કાલે પેલી જીજ્ઞા મળી હતી રસ્તા પર.
જીગિષા : અં.. હં… એ વળી ક્યાં જગ્યા એ તને મળી હતી.
દિવ્યેશ : એ તો ગઇ કાલે હું રસ્તા પર બાઇક લઇને લેક પાસેથી નિકળ્યો ત્યા મળી ગઇ હતી.
જીગિષા : શુ કંઇ વાત થઇ તેની જોડે?
દિવ્યેશ : ના ના તે થોડી ઉતાવળ મા એકટીવા પર જતી હતી તેથી તેની જોડે કંઇ વાત નથી થઇ પણ ખાલી હાય ક્યુ.
જીગિષા : અં.. હં… બાકી તુ બોલ શુ ચાલે છે નવીન મા બીજુ.
દિવ્યેશ : અં.. હં… નવીન મા તો કંઇ નથી તુ બીજુ કંઇ નવીન મા હોય તો બોલ…
જીગિષા : અં.. હં… મારે પણ નવીન મા તો કશુ નથી.
દિવ્યેશ : ઓ… કે….. તો ચલ કાલે સવારે કોલેજ મા મળ્યા.
જીગિષા : ઓ… કે….. તો કાલે સવારે મળ્યા.
દિવ્યેશ : બાય
જીગિષા : બાય
આપણી જીંદગી મા પ્રેમ નુ પાંચમુ પગથીયુ :
કદાચ પ્રેમ : ક્યા યહિ પ્યાર હૈ
કદાચ પ્રેમમા હાય – હેલ્લો કરતાં ઘણો એડવાન્સ બને છે. તેઓ સાથે ફરતા હોય, સાથે કેન્ટીંન મા જતા હોય, એન્યુઅલ ડે ની સાથે ડાન્સ રિહર્સલ કરતા હોય, લાઇબ્રેરી મા સાથે બેસી ને વાંચતા હોય, એક્બીજા ની જર્નલો બનાવી આપતા હોય, એક્બીજા ના ઘર પર જતા હોય( જો તેમના પેરેન્ટસ એલાવ કરત્તા હોય ) એક જ ગ્લાસ માથી પાણી પીવુ અને ક્યારેક ક્લાકો સુધી એક્બીજા જોડે વાત પણ ના કરવી. પંદરક દિવસ મા કયારેક એક્બીજા જોડે ધીમા અવાજે ઝઘડવુ રિસાઇ જવું પાછા મળવું અને ફરી કેન્ટીન મા બેસી ને એક જ બોટલમાંથી ઠંડુ પીવું.
આ પગથીયા પર તેઓ બેસ્ટ ફ્ર્રેન્ડ બને છે. અ…રે…. જો ક્યારેક વળી ધમાલ મસ્તીએ ચડયા હોય તો એક – બે નોન-વેજ જોક્સ પણ બોલી નાખતા હોય. છતા પણ ધે આર નોટ શ્યોર ક્યા યહી પ્યાર હૈ.
શાયદ હા શાયદ ના… ફીફટી ફીફટી કર્યા પછી પણ તેઓ જનતા ની રાય પર વિશ્વાસ કરી શકતા નથી. પણ તેઓ મનમા ને મનમા “શ્યોર…?” “પક્કા…?” શ્યોર…?” “પક્કા…?” ની ગડમથલ મા પડ્યા હોય છે.
છતાંપણ તેઓ એ કયારેય પણ એકબીજા ને પ્રપોઝ કરવાની હિંમત ના કરતા હોય અને તે ગડમથલ મા પડયા હોય છે કે તે મારી મારો બેસ્ટ ફ્ર્રેન્ડ છે. જો હુ તેને પ્રપોઝ કરીશ ને જો તેને નહી ગમે તો મારી જીંદગીમાંથી મારા એક બેસ્ટ ફ્ર્રેન્ડ પણ હુ ખોય બેસીશ. આવાને આવા વિચારોને લીધે ઘણા લોકો તો અહીં જ અટકી જાય છે. અને ત્યાતો બીજી કોઇ વ્યક્તી આવી ને તેમને પ્રપોઝ કરી જાય છે. અને પોતે પોતાની જીંદગી બીજી કોઇ વ્યકતી જોડે ગુજારવાનુ નક્કી કરે છે જે વ્યકતી ને જેઓ જાણતા પણ નથી. અથવા પોતાના પેરેન્ટસ જયા કહે ત્યાં પોતાના મેરેજ કરી લે છે અથવા તો બીજી કોઇ નવી ટ્રાય કરે છે અને ફરી નવેસર થી એ, બી, સી, ડી, સ્ટાર્ટ કરે છે.
ઘણા લોકો કરવાની હિંમત તો કરતા હોય છે. પણ જો સામે વાળી વ્યક્તી રીજેક્ટ કરે તો થોડા દિવસ માટે દેવદાસ બની ને ફરે છે. અને ફરી થોડા દિવસ પછી બીજી કોઇ નવી વ્યક્તી સાથે રહેવાની ટ્રાય કરે છે અને ફરી નવેસર થી એ, બી, સી, ડી, સ્ટાર્ટ કરે છે.
ઘણા લોકોએ પ્રપોઝ કરવાની હિંમત કરી હોય છે અને જો સામી વાળી વ્યકતી પણ જો તે પ્રપોઝ નો સ્વીકાર કરી લે તો જાણે સોના મા સુંગધ ભળી જાય છે. અહીં આપને હુ આવા જ પ્રેમ ની વાત કરવા માંગુ છુ જે લોકો ના વિચારો કંઇક આવા હોય છે. જેમકે જીંદગી તેની સાથે ગુજારવી જોઇએ જેમને આપણે પ્રેમ કરતા હોય અને સામેવાળી વ્યકતી પણ આપણે પ્રેમ કરતી હોય તો જીંદગી જીવવાની મજા જ કંઇક ઔર હોય છે બાકી તો તેના વિના જીંદગી જીવી શકીએ પણ તે જીંદગી જીવવાની મજા કંઇ જ હોતી જ નથી બસ ખાલી જીંદગી જીવવા માટે જીવે જાણે છે તો તેવી જીંદગી જીવવા નો કશો જ અર્થ નથી.
આપણી જીંદગી મા પ્રેમ નુ છઠું પગથીયુ :
શો – રૂમ પ્રેમ
શો – રૂમ પ્રેમ નો આખો આઇડિયા જ કંઇક એવો હોય છે કે પ્રેમનો વારંમવાર દેખાડો કરવો. બન્ને સાથે ડેટીંગ પર જાય છે. તેઓ બધા લોકોની સામે હાથમા હાથ નાખીને ટહેલવાનું પંસંદ કરે છે. તેઓ થોડી વારે ને થોડી વારે “આઇ લવ યુ જાન” કહેવાનુ પંસંદ કરતા નથી પણ તેઓ શો – રૂમ પ્રેમ નુ પ્રદર્શન કરવા માટે અંગ્રેજી ફિલ્મના કોમન દ્રશ્યો પાર્ટી મા કે વળી ગાર્ડન મા ભજવવા જરૂરી સમજે છે. આખરે તેઓ એ તો સાવ ભુલી જ જાય છે કે ધે બોથ આર ઇન લવ નોટ ફોર મેંકીગ એ ફ્ની શો ફોર અધર પીપલ્સ.
આપણી જીંદગી મા પ્રેમ નુ સાતમુ પગથીયુ :
મેરેજ પ્રેમ
એકબીજા વિના બે માથી એકપણ વ્યક્તી એક પલ માટે પણ દુર રહી શકતી ન હોય ત્યારે તેમને લાગે છે કે ધે આર મેંડ ફોર ઇચ અધર અને હવે તેમને મેરેજ કરી લેવા જોઇએ. ત્યારે જો તેઓના પેરેન્ટસ તેમને લગ્ન કરવા માટે ની પરમીશન આપે તો ઠીક છે નહી તો કોર્ટ મા મેરેજ કરી લે છે. અને એક સાથે રહી ને એક નવી જીંદગી ની શરુઆત કરે છે….
આપણી જીંદગી મા પ્રેમ નુ આઠમુ પગથીયુ :
જુનવાણી પ્રેમ
જુનવાણી પ્રેમ એટલે તમે એમ ન માનતા કે હુ અહીં બ્લેક એન્ડ વ્હાઇટ જમાનામાં નાક માંથી ગવાતા રોતલ ગીત ના ગાયનો ની વાત કરી રહ્યો છુ. વાત આજ ના જમાનાની જ છે. પરંતુ આજ ના જમાનામા જુનવાણી પ્રેમને ઓળખવો જરા મુશ્કેલ હોય છે. કેમકે લગ્નના બે-ત્રણ વર્ષ પછી આ બિચારાઓ ન તો બ્યુટીફુલ રહ્યા હોતા કે ન તો હેન્ડસમ રહ્યા હોતા કે વળી પાછા ન તો તેમના ફીગર કોઇ ફિલ્મ સ્ટાર જેવા રહ્યા હોતા. એકાદ બાળક ના માતા-પિતા બની ગયા હોય છે. જો ક્યારેક એકાદો દિવસ જો પત્નિ જો પિયર ગઇ હોય ત્યારે જાતે બનાવેલી રોટલી ખેંચતા ખેંચતા જમતાં જમતાં તેમની પત્નિ ને યાદ કરે છે. તે જ સમયે પિયર મા પત્નિ ને દાળનો સબડકો માંરતા અંત્રાસ આવે છે અને આંખો માં પાણી સાથે તે તેના બાળક ને બોલે છે પણ ખરી… “જો તારા ડેડી યાદ કરતા હશે!!!”
બટ બોથ દોન્ટ નોવ ધેટ રાઇટ નાવ ધેય ઓલશો લવ ઇચ અધર
તેઓ તે જાણતા નથી કે જીંદગી માં સાચો પ્રેમ ક્યારેય પણ ઓછો થતો નથી. બસ ફકત તેને અભિવ્યક્ત કરવાનો અને મહેસુસ કરવાનો અંદાઝ બદલાઇ ગયો હોય છે.
આપણી જીંદગી મા પ્રેમ નુ નવમુ પગથીયુ :
ફેમેલી પ્રેમ
લગ્નના સાત – આઠ વર્ષ પછી જયારે પતિ પોતાના બાળકો ની અને પત્નિ ની જવાબદારી વધુ સારી રીતે નિભાવવા માટે પોતાના ધંધામા રચ્યોપચ્યો રહે છે. કારણકે તે પોતાના બાળકો અને પત્નિ માટે દુનિયા ના બધા જ એશો-આરામ આપવા માગતો હોય છે.
પણ જો પત્નિ તેની વિરુધ્ધ જાય અને કહે કે પહેલા તો તુ મારા માટે સમય કાઢતો હતો પણ હવે તુ તારા બિઝનેશ મા મારાથી પણ વધારે સમય આપે છે. અને ક્યારેક બન્ને વચ્ચે થોડી નાની નાની ચકમક થાય છે. અને કોઇક કિસ્સા મા જો બન્ને વચ્ચે ની થોડી નાની નાની ચકમક ક્યારેક મોટી ચકમક મા પણ રૂપાતર પામે છે અને આખરે તો તે ક્યારેક છુટા-છેડા મા પણ પરીવર્તન પામે છે.
પણ જો પતિ અને પત્નિ વચ્ચે મ્યુચલ અંડરસ્ટેંડીંગ હોય તો ત્યારે જીંદગી ખુબ જ રંગીન જંન્નત બની જાય છે. અને ત્યાં જીંદગી ના બધા જ સપનાઓ સાકાર થાય છે. તેઓ બન્ને એક્બીજા ને હજુ પણ એટલો જ પ્રેમ કરે છે તે સાબીત કરવા માટે એકબીજા માટે પોતાની જાન આપવા માં નથી માનતા પણ તેઓ બન્ને એકબીજા ને સહાયરૂપ બની ને બાકી ની તેઓ ની પુરી જીંદગી તેઓ વૃધ્ધા અવસ્થા માંથી પસાર થઇ ને મૃત્યુ સુધી સાથે વિતાવવામા માને છે.
Hello,
Very Very intersting Article…..
Good….
એક પ્રેમ રહી ગયો કોઈક ની ખુશી માટે ફક્ત તેની યાદો માં જ પૂરું જીવન ગુજારી દેવું