આ વાત નવાનગર રાજ્યની હાલના જામનગરની થોડી જુની અને વાસ્તવીક છે. એક વ્યક્તિ શેઠ સાથે નોકરી કરતો હતો. શેઠ એ વ્યક્તિ પર ઘણો વિશ્વાસ રાખતા હતા. જે પણ કામ જરૂરી હોય તે શેઠ હંમેશા એ જ વ્યક્તિને કહેતા હતા. તે વ્યક્તિ ભગવાનનો મહાન ભક્ત હતો. તે હંમેશા ભગવાનનું ચિંતન કરતો હતો. તેઓ ભજન, કીર્તન, સ્મરણ, સત્સંગ વગેરેનો લાભ લેતો રહેતો હતો.
એક દિવસ તેણે શેઠ પાસે શ્રી દ્રારીકાધીશ ધામના દર્શન કરવા માટે થોડા દિવસની રજા માંગી, શેઠે તેમને રજા આપી. કહ્યું ભાઈ હું સંસારી માણસ છું, ધંધાકીય કામમાં સદાય વ્યસ્ત રહું છું, જેના કારણે ક્યારેક તીર્થયાત્રાનો લાભ મળે છે પરંતુ કોઇને કોઇ કારણોસર લઈ શકતો નથી, જો તમે જતા હોવ તો આ 100 રૂપિયા લઈ જાઓ અને મારા વતી ભગવાન શ્રી દ્રારીકાધીશના ચરણોમાં અર્પણ કરી દેજો. ભક્ત શેઠ પાસેથી સો રૂપિયા લઈને શ્રી દ્રારીકા ધામની યાત્રાએ નીકળી ગયો.
ઘણા દિવસો સુધી ચાલ્યા પછી તેઓ શ્રી દ્રારીકા પુરીમાં પધાર્યા મંદિર તરફ જતા હતા ત્યારે રસ્તામાં જોયું કે ઘણા સંતો, ભક્તો, વૈષ્ણવો, હરિ નામ સંકિર્તન ખુબ આનંદથી કરી રહ્યા હતા. પ્રવાહ વહેતો હતો. જોરથી હરિ બોલ, હરિ બોલ ગૂંજી રહ્યું છે. સંકીર્તનમાં અનેરો આનંદ હતો. ભક્ત પણ ત્યાં રોકાઈ ગયો અને હરીનામ સંકીર્તનનો આનંદ માણવા લાગ્યો.
ત્યાં તેણે જોયું કે ભક્તો સંકીર્તન કરી રહ્યા છે, તેના હોઠ આટલા લાંબા સમયથી સુકા છે અને ચાલીને બધા આવીયા હતાં, તેને વધારે ભૂખ લાગી છે તેવું.તેણે વિચાર્યું. ત્યારે તેને વિચાર આવ્યો કે તેની પાસે શેઠના સો રૂપિયા પડયા છે તો તેમાંથી તે આ બધાને ખવડાવી શકે છે. અંતે તેણે તે સો રૂપિયામાંથી બધા માટે ભોજનની વ્યવસ્થા કરી. બધાને ખવડાવવા માટે તેને કુલ 98 રૂપિયા ખર્ચવા પડ્યા. તેની પાસે બે રૂપિયા બચ્યા હતા, તેણે વિચાર્યું કે સારું થયું, હું શેઠના નામે દ્રારીકાધીશના ચરણોમાં બે રૂપિયા અર્પણ કરીશ.
શેઠ પૂછશે તો એમ પૂછશે કે પૈસા ચડાવી દીધા છે. શેઠ એમ નહીં કહે 100 રૂપિયા ચડાવી દીધા છે. શેઠ પૂછશે કે પૈસા ચડાવી દીધા છે તો હું કહીશ કે પૈસા ચડાવી આપ્યા છે. જુઠ્ઠ પણ મારે નહીં બોલવું પડેને મારું અને આ હરી ભકતોનું પણ કામ થઇ જાશે.
ભક્ત શ્રી દ્રારીકાધીશના દર્શન કરવા મંદિરમાં પ્રવેશ્યો તો તેને શ્રી દ્રારીકાધીશ ની મૂર્તિની ખૂબ પ્રસંશા કરી અને તેમને પોતાના હૃદયમાં બેસાડ્યા અને અંતે તેણે શ્રી દ્રારીકાધીશના ચરણોમાં બે રુપ્યા અર્પણ કર્યા અને કહ્યું શેઠે આ બે રૂપિયા મોકલ્યા છે.
તે જ રાત્રે શ્રી દ્રારીકાધીશ શેઠને સ્વપ્નમાં આવ્યા, તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, શેઠ મને તારા 98 રૂપિયા મળી ગયા છે, આવું કહીને શ્રી દ્રારીકાધીશ અદૃશ્ય થઈ ગયા.
શેઠ જાગી ગયા અને વિચારવા લાગ્યા કે મારો માણસ તો બહુ જ પ્રામાણિક છે. પણ અચાનક તેને શું જરૂર પડી હશે કે તેણે મેં દ્રારીકાધીશને આપેલા સો રુપિયામાંથી બે રૂપિયા વાપરી નાખ્યાં હશે? ભગવાનને ઓછું અર્પણ કરી તેને બે રૂપિયામાં શું કરીયું હશે? તેને આવું કરવાની શી જરૂર હશે? શેઠ આમ જ વિચારતા રહ્યા.
ઘણા સમય પછી ભક્ત પાછો આવ્યો અને શેઠ પાસે ગયો. શેઠે કહ્યું કે મેં દ્રારીકાધીશને આપેલા મારા સો રુપીયા અર્પણ કર્યા? ભક્તે કહ્યું હા, મેં પૈસા અર્પણ કરી દીધા હતા. શેઠે કહ્યું પણ તે 98 રૂપિયા જ કેમ અર્પણ કર્યા, બે રૂપિયા તે કયા હેતુ માટે વાપર્યા? પછી ભક્તે આખી વાત જણાવી કે તેણે 98 રૂપિયામાં સંતો અને ભક્તોને ભોજન કરાવ્યું હતું અને તેને દ્રારીકાધીશને માત્ર બે રૂપિયાની અર્પણ કર્યા હતા.
શેઠ આખી વાત સમજી ગયા અને ખૂબ ખુશ થયા અને તે ભક્તના ચરણોમાં પડ્યા અને કહ્યું કે ધન્ય છે તને કેમકે તારા કારણે મનેં અહીં બેસીને શ્રી દ્રારીકાધીશના દર્શન કરાવ્યાં.
સભાન વિચારો:-
શું પૈસા દ્વારા જ ભગવાનની ભક્તિ કરી શકાય? ભગવાનને તમારા કરોડોના દાનની જરૂર છે કે ભક્તિની! આપણે પૈસા ને જ્યાં જરૂરિયાત છે ત્યાં આપીએ છીએ કે પછી ગાડરિયા પ્રવાહની જેમ એક કરે એટલે આપણે કરવું એ દેખાદેખીમાં કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? શું જે વસ્તુની જ્યાં જરૂરિયાત છે તે ત્યાં પહોંચે છે ખરી?
અહીં એક વાત હું ચોક્કસપણે સ્પષ્ટ કરવા માગું કે” મને ભગવાન સામે કે કોઈ ધર્મ અને તેની ભક્તિ સામે કોઈ પ્રકારનો વાંધો નથી”, પરંતુ એક પ્રશ્ન આપણે પોતાની જાતને પૂછવું જરૂરી છે કે ભગવાનના નામે ભેગું કરવામાં ધર્મના નામે આપણે કોઈ ભૂલ તો નથી કરી રહ્યા ને?
ભગવાનને તમારા પૈસાની કોઇ જરૂર નથી. ભગવાન તે સ્વીકારે છે કે જે રૂપિયા તમે બીજા જીવોની સેવાના કાર્યમાં ઉપયોગમાં લીધા છે અને તેના ચરણોમાં અર્પણ કરેલા રોકડા રૂપિયાનું કોઇ પણ મહત્વનું નથી.
વિચારી લેજો મિત્રો સમય ખરેખર ઘણો ઓછો છે ક્યાંક વધારે મોડું ના થઈ જાય.
રાધેય! રાધેય!!!
#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/
Leave A Comment