પહેલો પ્રેમ ખબર નથી એવુ તે શુ કરી ગયો,
ઇશ્કમાં રંગ-એ-હિના બની દિલમાં વહી ગયો.

સ્વપ્નમાં જયારે તને જોઇ ઇશ્ક માં સળગતી,
તો બચાવવા જીવતો જ સાગરમાં દુબી ગયો.

બિલકુલ પણ ન હતો ગમ આ દિલ ટુટવાનો,
હતા બધા પોતાના તો પીડા જાતે વેઠી ગયો.

મળવાની તક ને મારા હાથે જ ગુમાવી પડી,
તારી ખુશીમાં પ્રેમ આંસુની ધારમાં વહી ગયો.

કહેવું તો હતુ મારા હૈયાં ને તને હવે ઘણુબધુ,
પણ ન કહું કેમકે તને બીજો સાથ મળી ગયો.

તે એક ઝલક નિહાળવાં કેટલું તડપવું પડે છે,
તારી કલમ નું તરસ્યું દિલ કાગળ બની ગયો.

મીલનની આસમાં મ્રુગજળની પ્યાસ મેં માણી,
આંખોના આંસુના વહેતા ઝરણાંમાં ભળી ગયો.

સ્વપ્ન થકી થોડી ઘણી અંતરંગ પળોએ મળી,
આપણો આદિ પ્રેમ જાણે મેઘધનુષ બની ગયો.

મારું સઘળુંય હારી ગયો હતો હું તારા ઇશ્કમાં,
ત્યાં તો ઓચિંતો પરમેશ્વરનો સાથ મળી ગયો.

કરુ પ્રાર્થના હવે નવા જન્મમાં સાથ તારો મળે,
સાથ તેનો ઘણા જન્મની ઇચ્છા પૂર્ણ કરી ગયો.

છતાં રડાવે ખૂશ્બુ-એ-હિના ભરેલ તારી યાદો,
દિવ્યેશ કહે કેમ પહેલો પ્રેમ અધુરો રહી ગયો.

 

© દિવ્યેશ જે. સંઘાણી
#દેવેશ્વર