મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
તારી અને મારી નજર થી નજર મળી,
જે ખૂશ્બુ-એ-હિના બની દિલમાં ઉભરી.
જીગરના મિઠ્ઠા દર્દ ની મધુર એ અસર.
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
ઝંખી રહ્યો તને ગુલાબી મૌસમ સમજી,
ને તમે આવ્યા બનીને એક શીત લહેર.
મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
શોધતો હતો તને મળવા માટેની ખબર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
દિલમાં ઉઠતા તોફાનોને સાંત્વના મળી,
તારી એક ઝલકથી બની દુનિયાં મારી,
કયારેક તું શરમાઇ ને મળે રસ્તા ઉપર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
જાણું છું કે છે તારા ઘણાં દિવાના અહી,
પણ હું એક છું તને શબ્દોમાં ઢાળનાર.
વરસાદમાં ફરવું તારી સંગ છત્રી વગર.
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
પ્રસન્ન હશે કદાચ કોઇ આંખો થી પામી,
પણ હું એક છું તને ગઝલમાં પામનાર.
મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
હતા સપના જાન જોડી આવું તારા ઘેર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
હવે નહી મળી તે તને ને મને છે ખબર,
આ પ્રેમ ની કસોટી માટે દિલ છે તત્પર.
તમે ખફા તો લાગે છે અમે છીએ દોષી,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
ઇશ્કમાં ઇચ્છા આશીક બની પડી વરસી,
હવે કાગળમાં શબ્દ છલકે બની સરોવર.
આદિ પ્રેમની રંગ-એ-હિના દિલમાં સજી,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
તે ખૂશ્બુ-એ-હિના મ્યાન માં દેજો રાખી,
ફૂલ-એ-લાગણીઓ ની ચાલે છે પડકાર.
મારા પહેલા પ્રેમ ની પહેલી એ નજર,
હવે હું કેમ કરીને ભુલુ તેને જીંદગીભર.
નથી તું આધશક્તિ કે કણે કણ માં વસી,
દિવ્યેશ છતાં પામ્યો તને જ જીંદગીભર.
© દિવ્યેશ જે. સંઘાણી
#દેવેશ્વર
Leave A Comment