એક ચિત્રકાર હતો જે ખૂબ જ અદ્ભુત ચિત્રો બનાવતો હતો અને બીજા બધા જ લોકો તેના પેઇન્ટિંગની પ્રશંસા કરતાં હતાં.
એક દિવસ કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મથુરા નરેશ કંસ વંધનો સંંત્સંગ ચાલતો હતો તેમાં વાતો વાતોમાં ભક્તોએ ચિત્રકાર પાસે શ્રી કૃષ્ણ અને કંસનું ચિત્ર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી.
ચિત્રકાર સંમત થયો, છેવટે તે ભગવાનનું કામ હતું, પરંતુ તેણે કેટલીક શરતો મૂકી.
તેણે કહ્યું બાલ કૃષ્ણના ચિત્ર માટે એક નટખટ અને તોફાની બાળક અને કંસની જેમ ક્રૂર વલણ ધરાવતી વ્યક્તિને મારી સામે બેસાડો. મારે જેવા પાત્રો જોઈએ છે તેઓનેે લાયક પાત્રો જો મળી જશે તો હું સરળતાથી તેને દોરી શકીશ.
તેમાંથી કેટલાંક ભક્ત નાના બાળકોને ત્યાં લાગ્યા અને અંતે એક સુંદર અને નટખટ બાળકને શ્રી કૃષ્ણના પ્રાત્ર માટે પસંદ કરવામાં આવ્યું.
ચિત્રકારે તે બાળકને શ્રી કૃષ્ણનો પોશાક પહેરાવી તેની સામે બેસાડી અને બાળક કૃષ્ણનું સુંદર ચિત્ર બનાવ્યું. જે આબેહુબ શ્રી કૃષ્ણ જાણે આપણી સામે બેઠા હોય અને હમણાં જ આપણી સાથે વાત કરશે તેવું લાગી રહ્યુ હતું. બધા લોકોએ તે ચિત્રકારની ખૂબ જ પ્રસંશા કરી.
હવે કંસનો વારો હતો પણ ક્રૂર ભાવના ધરાવતી વ્યક્તિ શોધવી થોડી મુશ્કેલ હતી.
જે વ્યક્તિ કૃષ્ણ મંદિરના લોકોને ગમતી હતી, તે ચિત્રકારને ગમતી નહોતી, તેને તે અભિવ્યક્તિઓ મળી રહી ન હતી…
વાત અધૂરી તસવીર સાથે આવી છે. આમ જ સમય પસાર થતો જાય છે.
વર્ષો પછી, જ્યારે મંદિરના પૂજારી અને ચિત્રકાર સામસામે આવ્યા, ત્યારે પૂજારીએ ચિત્રકારને અધૂરું ચિત્ર પૂર્ણ કરવા વિનંતી કરી,
ચિત્રકાર સંમત થયો, પણ પછી એવું જ થયું, કંસ જેવું કોઈ પાત્ર મળ્યું નહીં.
આખરે, વર્ષોના થાક પછી, હવે તે ચિત્રકારને પેલા પુજારી જેલમાં લઈ ગયાં, જ્યાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુનેગારો હતા. કદાંચ અહિં કોઇ ઇચ્છિત પાત્ર અહીં મળી શકે.
ચિત્રકારને પેલા ગુનેગારોમાંથી એક વ્યક્તિ ગમ્યો અને તેને સામે બેસાડીને તેણે કંસનું અધુંરુ ચિત્ર બનાવ્યું.
કૃષ્ણ અને કંસનું એ ચિત્ર આજે વર્ષો પછી પૂર્ણ થયું હતું.
તે તસવીર જોઈને કૃષ્ણ મંદિરના બધા જ શ્રી હરી ભક્તો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ચિત્રકારની આવી પ્રસંશા સાંભળીને અંતે તે ગુનેગારે પણ તે ચિત્ર જોવાની ઈચ્છા વ્યક્ત કરી.
જ્યારે તે ગુનેગારે તે ચિત્ર જોયું ત્યારે તે અચાનક રડી પડ્યો.આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.ચિત્રકારે તેને કારણ પૂછ્યું,
પછી ગુનેગારે કહ્યું, “કદાચ તમે મને ઓળખ્યો નથી,
હું એ જ બાળક છું જેને તમે વર્ષો પહેલા બાલકૃષ્ણની તસવીર માટે પસંદ કરી હતી.
આજે હું મારા કુકર્મોને કારણે અહીં જેલમાં બંઘ છું અને તમે મને કંસના પ્રાત્ર માટે તમારી સામે બેઠો છું, આ ચિત્રમાં હું કૃષ્ણ છું અને હું જ કંસ છું.
‘ભગવદ્ગીતા’માં શ્રીકૃષ્ણ આ બાબતે સરસ વાત કરે છે. શ્રીકૃષ્ણ કહે છે : “જ્યારે બ્રહ્માએ માણસ બનાવ્યો ત્યારે તેના માટે માત્ર સુખની રચના જ કરી હતી. સર્વપ્રથમ ઈશ્વરે માણસને બનાવ્યો ત્યારે તેના ભાગ્યમાં કોઈ દુઃખની રચના કરી જ ન હતી. સો વર્ષના આયુષ્ય સાથે માણસને સર્વ પ્રકારે સુખી બનાવ્યો હતો. સ્વર્ગ સિવાય નર્કની કોઈ રચના ન હતી અને કલ્પના પણ ન હતી. બ્રહ્માએ માણસને ફક્ત એટલું કહ્યું કે તમે પરસ્પર પ્રેમથી રહો અને મજા કરો.
ભાગ્યવિધાતાએ કોઈના ભાગ્યમાં દુઃખ નહોતું રચ્યું, પરંતુ કર્મનો અધિકાર ધરાવતો માણસ તેનાં કર્મોથી જ્યારે વિવિધ પાપ કરવા લાગ્યો ત્યારે કર્મોની વ્યવસ્થાને સાચવવા ઈશ્વરને જ દુઃખની રચના કરવી પડી.
આપણા કાયદાઓ પણ કંઈક આવું જ કરે છે. આપણી સંસદે બંધારણથી નાગરિકને વાણી સ્વાતંત્ર્ય, ધર્મસ્વાતંત્ર્ય વગેરે જેવા અનેક અધિકારો આપેલા છે. પાછા તે જ અધિકારોને કાયદાથી બાંધીને દંડ અને સજાની જોગવાઈ પણ કરવી પડી છે. કર્મની વ્યવસ્થા ખાતર આમ કર્યા વગર કોઈ છૂટકો નથી.
લંડનમાં પ્રવચન આપતી વેળાએ સ્વામી રામતીર્થને કોઈએ પૂછ્યું : “જ્યારે માણસ પાપ કરે છે, સમાજમાં અંધાધૂંધી અને આક્રંદ ફેલાવે છે ત્યારે ઈશ્વર શું કરે છે ? તે કોઈને અટકાવતો કેમ નથી ?” રામતીર્થે ટૂંકો જવાબ આપતાં કહ્યું : “ત્યારે ઈશ્વર તેવા લોકો માટે નર્ક બનાવવામાં બિઝી હોય છે”. સ્વામી રામતીર્થનો જવાબ ખૂબ જ માર્મિક છે. ભગવાને માણસને કર્માધિકાર આપ્યો છે, ફલાધિકાર નથી આપ્યો. કર્મ જેને જે કરવું હોય તે કરે. ઈશ્વર તે કર્મનું ફળ આપનારો છે. એક તરફ માણસ કર્મ કરે છે, બીજી તરફ ઈશ્વર તેના ફળનું નિર્માણ શરૂ કરે છે.
વરસાદના ટીપેટીપે જમા થયેલા જળથી જે સરોવર ભરાય છે. જે ક્ષમતા સરોવરની છે તે વરસાદના પાણીમાં નથી, પરંતુ વરસાદના ટીપેટીપાની અવગણના કરીને કોઈ સરોવર નિર્મિત નથી થતું. વરસાદના બુંદ-બુંદને જેણે પોતાના ઉદરમાં સમાવવાનો સહારો આપ્યો છે તે જ સરોવર બની શકે છે.
મ્યુનિસિપાલિટીની લાઈટના અજવાળે વાંચીને પોતાની સ્કૂલ-ફી ભરવા માટે દિવસે રામેશ્વરમની સડકો ઉપર છાપાં વેચનારો યુવાન તેના કઠોર પરિશ્રમરૂપી કર્મના ફળરૂપે આ દેશનો મહાન સાયન્ટિસ્ટ અને રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ બની શકે છે.
ખભા ઉપર એક બગલથેલો લઈને ૩૦-૩૫ વર્ષ સુધી આર.એસ.એસ.ના કાર્યકરરૂપે એક ઉચ્ચ ચિંતન-મનન સાથે પરિભ્રમણ કરનારો એક સામાન્ય કાર્યકર કે જેના રોટલા અને ઓટલાનું પણ નિશ્ચિત ઠેકાણું ન હતું તે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની શકે છે.
મહુવાના તલગાજરડા ગામથી ચાલીને મહુવા નિશાળે જતો એક નિમ્બાર્ક સાધુનો બાળક તેના દાદાએ શિખવાડેલી ‘રામચરિતમાનસ’ની પાંચ-પાંચ ચોપાઈઓ કંઠસ્થ કરીને વિશ્વવિખ્યાત કથાકાર મોરારિબાપુ બની શકે છે.
પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરનારો નોકર ધીરુભાઈ અંબાણી તેના કઠોર પરિશ્રમથી રિલાયન્સ જેવી મોટી પેટ્રોકેમિકલ્સ કંપનીનો માલિક બની શકે છે, તો મહારાષ્ટ્રના જલગાંવ ડિસ્ટ્રિક્ટના એક ગામડામાં ધંધો ચલાવનાર મુસ્લિમનો દીકરો અઝીમ પ્રેમજી ભારતની મોટી ગણાતી કંપનીઓ પૈકીની એક એવી ‘વિપ્રો’ કંપનીનો માલિક થઈ શકે છે.
એક સામાન્ય ખેડૂતનો દીકરો અને બી.એસસી. (કૅમેસ્ટ્રી) થયેલો યુવક જે જાતે વૉશિંગ પાઉડર બનાવીને અમદાવાદની ગલીગલીમાં સાઇકલસવાર ફેરિયો બનીને વેચાણ કરતો હતો તે નિરમા વૉશિંગ પાઉડર કંપનીનો માલિક કરશનભાઈ પટેલ થઈ શકે. કોઈ હેન્રી ફોર્ડ, રોકફેલર, અબ્રાહમ લિંકન કે કોઈ બિલ ગેટ્સ જેવા સેંકડો લોકોની કર્મગાથાઓ બતાવે છે કે કર્મોની યથાયોગ્ય પૂજા કરનાર જ સારા ભવિષ્યનું નિર્માણ કરે છે.
કોઈ આ જન્મમાં જ ફળ મેળવતા દેખાય છે, તો કોઈ બીજા જન્મે ફળ મેળવે છે. આખર કર્મો જ જમા થઈને ભાગ્યરૂપ બને છે. માણસ આજે જે છે, કાલે જે હતો અને આવતી કાલે જેવો હશે તે તેના કર્મનું જ એક રૂપ છે. શ્રીકૃષ્ણ તો ત્યાં સુધી કહે છે કે માણસે તેનાં કર્મો જ યથાયોગ્ય કરવાં જોઈએ, કારણ કે મનુષ્યનું ભાગ્ય પણ તેનાં કર્મોને જ અનુસરે છે.
આપણાં કર્મો જ આપણને સારા અને ખરાબ માણસ બનાવે છે. હંમેશા દુષ્ટ કર્મોના ડંખથી હમેશા સુરક્ષિત રહો.
રાધેય! રાધેય!!!
#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/
Leave A Comment