શ્યામના દિલમાં છુપી વાત હવે આમ બની ગઈ,
મુદતોની પ્યાસ જાણે હવે ખાલી જામ બની ગઈ.
શ્યામ તો હદ થી વધી રાધાને બસ ચાહતો રહ્યો,
પણ તેના ઇશ્ક ની અસર દિલમાં હેમ બની ગઈ.
શ્યામ ને રાધા સંગ ઘટના એવી તે કંઈ ઘટી હશે,
વાત જાણે તેના છુટા પડવાની પડઘમ બની ગઈ.
શ્યામ એ રાધાના ઇશ્ક-એ-હિનાની આંહ શું સજી,
કે ચર્ચા તેની કેમ હવે દરેક ગામેગામ બની ગઈ.
શ્યામ નું દિલ જેને કાજ ધબકે તેને ખ્યાલ નથી,
પણ રાધા વિના ધડકનો જ સૂમસામ બની ગઈ.
શ્યામ સંગ રાખ્યા જ્યાં રાધા એ પાવન પગલાં,
જગા તે હવે મારે કાજ તો ચાર ધામ બની ગઈ.
શ્યામ નો ઇશ્ક-એ-રાહ ભલે બહુ જ કઠિન હતો,
પણ રાધાના ઘરની ગલી તેનો મુકામ બની ગઈ.
દિવ્યેશ લખે છે જે કંઇ ગઝલો રાધા ની યાદોમાં,
તેના મિત્રોને કાજ તે ઇશ્ક-એ-પયગામ બની ગઈ.
© દિવ્યેશ જે. સંઘાણી
Leave A Comment