તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!!
મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!!
મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!!
તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!!
તમારી નજરમાં પ્રવેશતો રોકશો મને ,
પણ તમારી યાદોમાં પ્રવેશતો કેમ રોકશો મને !!!
તમારો“દિવાના” બનતા રોકશો મને ,
પણ મારા “દિવાના” બનતા કેમ રોકશો ,
તમારા કોમળ દિલને તમે !!!
“દિવાના”
Leave A Comment