રાધા છેલ્લી વખતની મુલકાતમાં શ્યામ ને એક સવાલ પૂછે છે કે જો કદાચ મારા લગ્ન બીજા જોડે થઈ જાય તો તું શું કરીશ?

 

શ્યામ – હું તને ભૂલી જ જઈશ.


શ્યામે ખૂબ જ નાનો જવાબ આપ્યો.

 

આ સાંભળીને રાધા ગુસ્સામાં બીજી બાજુ મોં ફેરવી ને બેસી ગઈ અને પછી શ્યામે કહ્યું કે સૌથી મોટી વાત એ છે કે તું પણ મને ભૂલી જશે અને હું તો તને કદાંચ નહી ભુલાવી શકું પણ તેનાથી વધુ જલ્દી તો તું મને ભૂલી જશે.

 

રાધા પોતાનું મોં શ્યામા બાજુ ફેરવ્યું અને કહ્યું એ કેવી રીતે?


શ્યામે બોલવાનું શરૂ કર્યું કે વિચાર કે તારા લગ્નનો પહેલો દિવસ છે, તું ઘરમાં છો અને શરીર ઉપર ખૂબ બધા આભુષણો પહેર્યા છે અને મેકઅપ કરેલો છે અને બધા બાજુએથી બધા લોકો તારી સંગાથે વાત કરવા માટે તૈયાર જ છે, લોકોની ભીડ પણ તને જ જુએ છે, હવે આવામાં તુ જો ઈચ્છે તો પણ મને યાદ ન કરી શકે?

 

બીજી બાજું આ તારો શ્યામ તારા લગ્ન ના સમાચાર સાંભળીને દોસ્તો સાથે મળીને કંઈ પણ રીતે સમય વીતાવશે અને એક ખૂણામાં પડ્યો રહીશ અને જ્યારે હું ફરી પાછો જાગીશ ત્યારે મારા નસીબને બેવફા કહીને મારા મનને શાંતિ આપીશ અને પછી મને જ્યારે પણ તારી યાદ આવશે ત્યારે હું કોના ખભા પર મારું માથું રાખીને રડી શકીશ અને મારા દિલની વાતો હું કોને કહીશ?

 

લગ્ન પછી રાધા તારો તો વ્યસ્ત ટાઇમ શરૂ થઈ જ જશે અને તું અને તારો પતિ દરેક વિધિ નિભાવવામાં વ્યસ્ત હશો. પછી કોઈ વખત તને મારી યાદ આવશે જ્યારે તું પતિનો હાથ પકડીને તેની સંગાથે બેસી જશે. ત્યારે પણ આ શ્યામ તારી પાછળ જ આમતેમ ફરતો રહેશે જાણે કે મારી જિંદગીમાં કોઈ હેતુ જ રહ્યો ન હોય અને ત્યારે આ શ્યામ ઘરમાં તો કોઇને કહી પણ કહી નહીં શકે તો  મિત્રોને પણ સમજાવ તો ફરીશે કે ક્યારેય કોઇ પ્રેમ ન કરતા, કંઈ મળતું જ નથી. જિંદગી ખતમ થઇ જાય છે પ્રેમના ચક્કરમાં!

 

રાધા થોડા સમય પછી તું અને તારો પતિ એકાંતમાં સમય પસાર કરવા માટે જશો અને નવુ ઘર હશે, શોપિંગ કરશો, નવી જવાબદારીઓ તારી માથે આવશે, અને તું ખૂબ ખુશ હશે પરંતુ અચાનક તને તારા શ્યામની યાદ આવશે અને તું વિચારીશ કે ન જાણે શ્યામ કેવા હાલમાં હશે? અને આટલું વિચારીને મારી ખુશી માટે દુઆ માંગી ને પછી તારા પરિવારમાં પાછી વ્યસ્ત થઈ જ જઈશ.

 

જ્યારે બીજી બાજુ શ્યામ આ રાધાની વાત માની અને રુકમણી સાથે પરણી જશે ત્યારે તારા શ્યામે પણ વિચારી લીધું હશે કે મારે પણ એક કામ કરવું છે મારે તારી ઇચ્છા પુરી કરવા માટે બીજી છોકરી સાથે લગ્ન કરી ને તને પણ દેખાડી દેવું છે અને મારે બધાને એમ કહેતા ફરવાનું છે કે મેં તો મારી રાધાને ભુલાવી નાખી છે, પણ છતાં હું તારી યાદોમાં અડધી રાત્રે પણ દિલથી રડતો હોઈશ અને વિચારતો હોઇશ કે કદાચ મારા પ્રેમમાં ખોટ હતી કે જેથી હું આ જન્મમાં મારી રાધાને જ પામી ન શક્યો ત્યાર પછી મારી તકલીફો ઓછી કરવાની કોશિશ કરીશ.

 

બે – ચાર વર્ષો પછી રાધા તું કોઈ પ્રેમિકા કે નવી વહુ નહીં પરંતુ માં બની ચૂકી હશે અને જૂના પ્રેમીની યાદ અને પતિ નો પ્રેમ ને છોડી ને તું તારા બાળક માટે વિચારવા લાગશે અને તેની સાથે વ્યસ્ત રહેવા લાગશે.

 

એનો મતલબ કે ત્યાં સુધીમાં આ શ્યામ તારી જિંદગીમાંથી સદાય માટે ભુલાઇ જ ગયો હશે.

 

જ્યારે હું પણ મારી જવાબદારીઓ અને મારા કર્તવ્યમાં જ સંપૂર્ણ ફસાઇ ગયો હઇશ. ત્યારે મારો વ્યસ્ત ટાઇમ શરૂ થશે છતાં પણ આ દિલમાં તો બસ તું અને તું જ હશે. જ્યારે આ આખી દુનીયા અને તું પણ તેમ વિચારતી હશે કે હું તને સદા માટે ભુલી ગયો છું પણ ત્યારે પણ હું બીજા કોઇ ને કોઇ રુપે તારી જ સંગાથે રહીશ છતાં પણ તું નહી ઓળખી શકે. ત્યારે એટલી બધી તકલીફ તને નહી પણ મને થશે.

 

શ્યામે આટલું કહ્યું ત્યાર પછી રાધાની સામે જોયું તો તેના આંખમાં આંસુ છલકાઈ રહ્યા હતા અને રાધા તેની સામે બસ જોઇ રહે છે.

 

બંને એક શબ્દ પણ નથી બોલી રહ્યા અને માત્ર અશ્રુધારા જ વાતો કરી રહી છે.

 

થોડા સમય પછી રાધા – તો શું બધું અહીં જ ખતમ થઇ જશે?

 

શ્યામ – ના, જ્યારે તારા પતિની કોઈ વાત ઉપર તું નારાજ થઈ જશે પરંતુ તારો પતિ આરામથી સુઈ રહ્યો હશે, પણ એ રાત્રે તારી આંખમાં નીંદર નહીં હોય અને આ બાજુ હું પણ મારા પત્ની ની કોઈ વાત ઉપર નારાજ થઈને તારી જેમ જાગતો હોઈશ. આખી દુનિયા સુતી હશે પરંતુ આપણા બંને સિવાય, પછી આપણે આપણા ભૂતકાળને યાદ કરીને ખૂબ રડીશુ, એકબીજાને ખૂબ જ મહેસૂસ કરીશું. પરંતુ આ વાતની જાણ મહાદેવ સિવાય કોઇને પણ નહીં થાય.

 

બસ આટલું કહીને એ બંને રડતા રડતા એકબીજાને ભેટી જ પડે છે.

 

મિત્રો આ વાત ગમી હોય તો શેર કરજો