પટેલ પરીવાર ની એક ઉચ્ચ પરીવાર તરીકે સમાજ માં નામના હતી. તેઓ ખુબ જ શ્રીમંત હતા. મોટુ ઘર, નોકર ચાકર, ગાડી, અને એમ કહિયે ને કે જેવુ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના ધરમાં જોવા મળે છે એ બધુ જ અહીં હાજર હતુ. તેવા પરીવાર માં રહેવાવાળા પ્રવિણભાઇ. તેઓ બહુ ઉદાર-ચિત્ત અને પ્રતિભાશાળી પુરૂષ હતા. તેમની પત્ની આનંદી પણ ખુબ જ શાત સ્વભાવ ની અને એક આદર્શ ગૃહિણી હતી. દુર્ભાગ્યથી તેમને ત્યાં પુત્ર એક પણ નહોતો. પરંતુ દસ વર્ષ બાદ તેમને ત્યાં એક દિકરી નો જન્મ થયો. આથી તેના માતા – પિતા તેમને ખૂબ પ્રેમ કરતા હતા.. અને ખુબ લાડ કોડ થી તેમને ઉછેરતા હતા. અને તેમનુ નામ હતુ જિગિષા.
જિગિષા નાનપણ થી કંઇક નવુ શીખવા ખુબ જ ઉત્કૃષ્ટ હતી. તે હમેંશા કાલ્પનીક દુનિયા માં રહેતી હતી. તેમને ચિત્રો દોરવા અને કવિતા રચવા નુ એક ગાંડુ સ્વપ્ન હતુ. બસ પોતે આખો દિવસ તેમને ચિત્રો દોરવા અને કવિતા રચવા માં જ પસાર કરતી. અને તેમના બધા જ શોખ તેમના માતા – પિતા પુરા કરતા હતા.
પરંતુ આજના હરીફાઈના યુગ ને ધ્યાન માં લઇ ને તેમના માતાપિતાને લાગ્યુ કે, તેમની સંતાન સૌથી આગળ રહે. આ લાલસા પાછળ તેઓએ તે પણ ન જોયુ કે, તેમની પુત્રી ને એ ઈચ્છા છે કે નહિ? જિગિષા બિચારી બોલી પણ નથી શકતી કે તેમના મનમાં શુ છે અને તે પોતે શુ કરવા માગે છે ? પરંતુ તેમના માતાપિતાનું આ માનવું કેટલી હદે ઠીક કહેવાય? તેમના માતાપિતા નુ એમ કહેવાનુ છે કે પોતાના વડીલોએ જે ભૂલ તેમના સાથે કરી તે પોતાના સંતાનો સાથે કરવા નથી માંગતા,પણ તેઓ એવુ કેમ નથી વિચારતા કે પોતાની મરજી મુજબનુ કેરિયર જિગિષા પર થોપી ને પોતે પણ તો એજ કરી રહ્યા છે. ! અને આખરે જિગિષા જેમ જેમ તે મોટી થતી ગઇ તેમ તેમ તેમનુ સ્વપ્ન પણ કંઇક ખોવાય ગયુ. અને પોતાના માતાપિતા ની ઈચ્છા મુજબ એક ટીચર તરીકે ની એક સારી તેવી શાળા માં જોબ કરવા લાગી.
સંજોગો વસાત તેમની જોબ નુ ટ્રાન્સફર થવાથી જિગિષા ને પોતાના ઘરથી દુર બીજા શહેરમાં રહેવાનુ જવાનુ થયુ. જયાં તે આખો દિવસ પોતાના કાર્ય માં ખુશ રહેતી હતી. અને જ્યારે પણ નવરી પડે ત્યારે પોતાની સહેલીઓ સાથે બહાર ફરવા માટે નીકળી પડે. બસ આમ જ પોતની જીંદગી પસાર થતી હતી. એક દિવસ શાળા એ કામનો બોજો વધારે પડતો હતો કારણ કે બીજા અઠવાડિયે શાળા માં બાળકો ની પરીક્ષા શરૂ થવાની હતી. તેથી તે મોંડી રાત સુધી પોતાના કામ માં મગ્ન હતી. બીજી બાજુ તેમને તે પણ ખ્યાલ ન રહ્યો કે રાત્રી ના નવ કેમ વાગી ગયા. જયારે તેમને ખબર પડે છે ત્યારે ઉતાવળ માં ઘર તરફ જવા માટે પ્રયાસ કરતી હોય છે. રસ્તા પર એવો અંધકાર છવાય ગયો હતો કે વ્યકતી સામે વાળી બીજી કોઇ વ્યકતી ને પણ ન જોઇ શકે. પરંતુ તે ડરતી – ડરતી રસ્તા માં પણ તે પોતાના કામના વિચારમાં મગ્ન થઇ ને ચાલી જતી હોય છે. ત્યાં જ સામે થી જોરદાર સ્પીડમાં તેમની સામે ટ્રક આવી પહોચ્યો. તે પોતાની જાત ને બચાવા જાય તે પહેલા જ તેમને પાછળ થી કોઇએ ધક્કો મારી ને સાઇડ માં નાખી દિધી.
જેથી જિગિષા ને માથા માં ઇજા થઇ તેથી તે ત્યાં જ બેભાન થઇ ગઇ. જયારે તેને હોશ આવ્યો ત્યારે તે દવાખાના માં પથારી પર પડી હતી. ત્યાં તેમને જાણવા મળ્યુ કે જયારે તે રસ્તા પર જઇ રહી હતી ત્યારે સામે થી ટ્રક આવતા જોઇ ને હેબતાઇ ગઇ હતી પરંતુ પાછળ થી તેને કોઇ એ ધક્કો મારી ને સાઇડમાં નાખી દિધી. પરંતુ તને બચાવા જતા તેમનુ અકસ્માત થતા તે વ્યકતી એ પોતાની આંખો ગુમાવી દિધી. તેથી જિગિષા તેને મળવા માટે ઉત્સુખ હતી કે એવી કોણ વ્યક્તી હતી કે જેમને પોતાની આંખો ગુમાવી ને તેમની જાન બચાવી. પણ ત્યાં બેઠેલા વ્યક્તીઓ એ જણાવ્યુ કે તે વ્યકતી નુ નામ અથવા તો સરનામુ તેમને ખબર નથી કારણ કે તેમના કોઇ સગાં તેમની જોડે હતા જે તેમને કોઇ બીજા દવાખાના માં લઇ ગયા હતા.
પરંતુ કુદરત નો ખેલ પણ નીરાળો હતો. ત્યાં જ થોડી વાર માં તેને ભયંકર માથાનો દુ:ખાવો થવા માંડ્યો. એટલે તેમને તરત જ ઇમરજન્સી વોર્ડ માં લઇ જવા માં આવી. ત્યાં દાક્તરે તેમના માથા નુ સીટી સ્કેન કરી ને તપાસ કર્યુ. ત્યાર બાદ ડોકટરે તેમને કહ્યુ કે તેના માથામાં એક મોટુ ટ્યુમર છે. આ વાત થી થોંડી વાર માટે તો તે ખુબ જ હેરાન રહી ગઇ અને થોડી વાર પછી તેણે ડોકટર ને કહ્યુ કે મને એકવીસ વર્ષ ની વયે ટ્યુમર ન હોઇ શકે માટે તમે ફરી તપાસ કરી જુવો. ત્યારે ડોકટર ફરી તપાસ કરે છે. પરંતુ તેમાં કોઇ સુધારો ન હતો. તેથી ડોકટર તેમને તાત્કાલીક ઓપરેશન કરાવવા માટે ની સલાહ આપે છે. તેમજ ઓપરેશન બાદ પણ તેની બચવાની તક માત્ર બે ટકા જ છે.
ત્યારે જિગિષા ના દિલ માંથી એવો અવાજ આવ્યો કે જો તેની પાસે સમય હોત તો તે મહાન ચિત્રો અને કવિતાની રચના કરી શકતી હતી. જે સ્વપ્ન તેનુ બાળપણ નુ સાથી હતુ પરંતુ તે સમય અને સંજોગો ના લીધે કયાંક ખોવાય ગયુ હતુ. ત્યારે તેમને લાગ્યુ કે આ સમય જ તેને પુરા કરવા માટે નો છે. આથી તેમને તત્કાલ ઓપરેશન કરવાને બદલે ચાર વર્ષ બાદ ઓપરેશન કરાવવાનુ નક્કી કર્યુ.
જિગિષા જાણતી હતી કે તેનામાં એક ચિત્રકારની અને એક લેખકની પ્રતિભા છે. તેથી આ ચાર વર્ષમાં તેણે ઘણા ચિત્રો બનાવ્યા અને ઘણી કવિતાઓ લખી. અને તે ચિત્રો પણ કેવા કે જે હર કોઇ માણસને કંઇક વિચારતા કરી મુકે તેવા. તેમજ તેની કવિતા પણ હર કોઇ માણસ ના દિલ જીતી લે તેવી. તેમની આ કુદરતી બક્ષીસ ને જોઇ તેમના સહકર્મચારીઓ એ તેમની બધી કવિતાઓ પત્ર-પત્રિકાઓમાં છપાવડાવી. અને તેના બધા ચિત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા. તેમની બધી કવિતાઓ લોકોએ વાંચી જેથી લોકો તરફ થી તેમને બહોળો એવો પ્રતિભાવ મળ્યો તેમજ હજુ પણ વધારે કાવ્યો લખવાની ફરમાઇશ મળી. અને તેમના બધા જ ચિત્રો વેચાઈ ગયા. તેમાની છેલ્લી એક કવિતા અને તેનુ છેલ્લુ એક ચિત્ર તેમને તેની પાસે જ રાખ્યુ.
ચાર વર્ષ બાદ જયારે તેનુ ઓપરેશન થયુ. તે પોતાના માતાપિતા ની એક જ વારસદાર હતી તેથી ઓપરેશન પહેલાની રાતે જ તેણે બધુ દાનમાં આપી દીધુ અને પોતાની વસિયતમાં લખ્યુ કે તેના મૃત્યુ પછી તેના શરીરના બધા અંગો જેને જરૂર હોય તેને આપી દેવામાં આવે.
દુર્ભાગ્યવશ તેમનુ ઓપરેશન સફળ ન થયુ. તેમના મૃત્યુ પછી તેમની આંખો તેમજ તેમની કિડની ને બીજા જરૂરીઆત વ્યક્તી માટે દાન માં આપી દેવાયા. તેમજ તેની આંખો આઈ બેંકમાં પહોંચી ગઈ. જયા તેની બન્ને એ આંખો એક માણસને લગાડી દેવામાં આવી. ચોવીસ વર્ષના આ યુવકને આખોની રોશની મળી ગઈ. તે યુવક એટલો વધુ કૃતજ્ઞ થઈ ગયો કે તેને આઈ બેંકને ઘન્યવાદ આપ્યો. આઈ બેંક અત્યાર સુધી ૨૫,000 થી વધુ આંખો દાનમાં આપી ચૂક્યુ હતુ, પણ તેમને આવા સુંદર સમાજસેવા ના કામ માટે આભારની આ બીજી જ ચિઠ્ઠી મળી હતી.
આ સિવાય તે દાનદાતાના પરિવારનો પણ આભાર માનવા માંગતો હતો. તેણે વિચાર્યુ તે લોકો ઘણા સારા હશે જેમની છોકરીએ પોતાની આંખો દાનમાં આપી દીધી. તેમણે આઇ બેંક માંથી પટેલ પરિવારનુ સરનામુ લીધુ અને તેને મળવાનો નિર્ણય કરી લીધો. તે વગર કીધે ત્યાં પહોંચી ગયો અને દરવાજે ઘંટી વગાડી. જ્યારે તેણે પોતાનો પરિચય આપ્યો તો મિસીસ આનંદીબેન તેને ભેટી પડી. તેણે તે યુવકને કહ્યુ – ‘ જો બેટા, તને વાંધો ન હોય તો હુ અને મારા પતિ આ સન્ડે તારી જોડે સમય વિતાવવા માંગીએ છીએ.
ત્યારે દિવ્યેશ પણ તરત જ તૈયાર થઈ ગયો. જ્યારે તે જિગિષા ના રૂમમાં ગયો. તેણે જોયુ કે જિગિષા ઝવેરચંદ મેધાણી ના પુસ્તકો વાંચતી હતી. તેણે પણ બ્રેલ લિપીમાં ઝવેરચંદ મેધાણી ની ચોપડીઓ વાચી હતી. તેણી ઉમાશંકર જોશી ની ચોપડી વાંચતી હતી. તેને પણ બ્રેલ લિપીમાં ઉમાશંકર જોશી ના પુસ્તકો વાંચ્યા હતા.
બીજા દિવસે સવારે મિસીસ આનંદીબેન દિવ્યેશ ને ધ્યાથી જોતા બોલ્યા, ‘મને લાગે છે કે મેં તમને પહેલા ક્યાંક જોયા છે, પણ મને સમજાતુ નથી કે મેં તમને ક્યા જોયા છે‘. એકદમ તેમને યાદ આવી ગયુ. તે ભાગીને ઉપરના માળે ગયા અને જિગિષા એ પેઇંટીંગ કરેલું છેલ્લુ ચિત્ર કાઢ્યુ.
તે પેઇંટીંગ ને જોતા ની સાથે જ તે અચાનક જ ચોકીં ઉઠયા કારણકે તે તસ્વીર હૂબહૂ એ જ યુવકની હતી, જેને જિગિષા ની આંખો મળી હતી. પછી તેમણે જિગિષા ની કવિતા વાંચી, જે જિગિષાએ છેલ્લી ઘડીએ લખી હતી. જેમાં લખ્યુ હતુ –
very nice,lagani no kevo atut sambandh…………..