આવી છે નવા વર્ષ ની નવી સવાર,
બાગમાં તાજા તાજા ફુલ ખીલ્યા છે.
રંગબેરંગી ફૂલનું પંતગીયુ આવ્યુ છે,
જે દિવસ રાત સંઘર્ષમાં સળગ્યા છે.
સજાવી હતી દિલમાં ખૂશ્બુ-એ-હિના,
આજે તેને કોઇ પારખનાર મળ્યા છે.
ઇશ્કમાં સામેથી દિલની બાજી હારવી,
ને પછી પસ્તાંવું કે મન તો મળ્યા છે.
ઇશ્કની દિવાલે તમે પથ્થર ચણાવ્યાં,
છતાં અમે તો પ્રેમના દાન આપ્યા છે.
કેમ ઇશ્ક માં સપનાઓ સુંદર હોય છે.
ને હમેંશા ચાહનાર ને દુ:ખ મળ્યા છે.
સમર્પણ અને ઠોકરોથી બની મંઝીલ,
આજે કેમ એક નવી આશા લાવ્યા છે.
દિવ્યેશ ઠેકાણું પૂછતો રહ્યો નવા વર્ષે,
કે કેમ કરી નવા અરમાન જાગ્યા છે.
દુવા કરું જિંદગી માં ઇશ્ક રહે આગળ,
કૃતાર્થ બનો તે બીજને હજું વાવ્યાં છે.
દિવ્યેશ કહે ચાલો મિત્રો સાથે મળીને,
કહી અમે તો પ્રેમના ધાગા બાંધ્યા છે.
☆ ☆ ☆ 卐 ॐ 卐 ☆ ☆ ☆
નુતન વર્ષા અભિનંદન!!!
નવા વર્ષની ખૂબ સારી શુભકામનાઓ!!!
♧ # દિવ્યેશ_સંઘાણી અને પરીજનો ♧
Leave A Comment