ભગવાન વિષ્ણુ એક દિવસ પોતાના વાહન ગરુડ પર બેસી અને કૈલાસ પર્વત પર ગયા. ગરુડને દરવાજા પર રહેવાનો આદેશ આપીને પોતે ભગવાન શિવને મળવા માટે અંદર જાય છે. ગરુડ કૈલાસની અનોખી સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા, જ્યારે તેમની નજર એક સુંદર નાના પક્ષી પર પડી. પક્ષી એટલું સુંદર હતું કે ગરુડના બધા વિચારો તેની તરફ આકર્ષિત થવા લાગ્યા, તે જ સમયે યમદેવ કૈલાસમાં આવ્યા અને અંદર જતા પહેલા તેણે આશ્ચર્યથી તે નાના પક્ષી તરફ જોયું.

ગરુડ સમજી ગયા કે તે પક્ષીનો અંત નજીક છે અને યમદેવ કૈલાસ છોડતાની સાથે જ તેને પોતાની સાથે યમલોક લઈ જશે. ગરુડને તે નાના પક્ષી ઉપર દયા આવી અને વિચારવા લાગ્યા કે આટલું નાનું અને સુંદર પક્ષી મરતું તે કેવી રીતે જોઈ શકે? તેથી તેને પક્ષીને પંજામાં દબાવી દીધું અને તેને કૈલાસથી હજારો કોશ દૂર જંગલમાં એક ખડક પર છોડી દીધો અને એક પલમાં કોઇને પણ ખબર ન પડે તેવી રીતે તે કૈલાસમાં પાછા આવી ગ્યા.

છેવટે, જ્યારે યમ તેમની સામે આવ્યા, ત્યારે ગરુડે પૂછ્યું કે તેણે તે પક્ષી તરફ આટલા આશ્ચર્યથી કેમ જોયું? યમદેવે કહ્યું, “ગરુડ, જ્યારે મેં તે પક્ષી જોયું, ત્યારે મને ખબર પડી કે થોડીવાર પછી તે પક્ષી અહીંથી હજારો કોસ દૂર તેને કોઇ સાપ ખાઈ જશે. હું વિચારતો હતો કે તે આટલી ઝડપથી કેવી રીતે જશે, પણ હવે અત્યારે તે અહીં નથી દેખાય રહ્યું તો તે મરી ગયું હોવું જોઈએ.”

ગરુડ તેનો ભાવાર્થ ખૂબજ આસાની થી સમજી ગયા કે “તમે ગમે તેટલા હોશિયાર હોવ છતાં પણ કોઇ મૃત્યુને છળી શકતું નથી.”

તેથી જ કૃષ્ણ કહે છે:-

તમે તે જ કાર્ય કરો છો જે તમે ઈચ્છો છો,
પરંતુ અંતે થાય છે તે જે હું તેને ઇચ્છું છું,
તેથી તું પણ તેવું કાર્ય કર જે હું ઇચ્છું છું,
પછી અંતમાં થશે એવું જ તું જે ઇચ્છે છે.

જીવનના 6 સત્યો:-

✅ તમે ગમે તેટલા સુંદર કેમ છો?
પરંતુ… લંગુર અને ગોરિલા પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.

✅ તમારું શરીર ગમે તેટલું મોટું અને મજબૂત હોય?
પરંતુ… તમે તમારી જાતને સ્મશાન ગૃહમાં લઈ જઈ શકતા નથી.

✅ તમે ભલે ગમે તેટલા ઊંચા હોય?
પરંતુ… તમે આવતીકાલને જોઈ શકતા નથી.

✅ તમારી ત્વચા ગમે તેટલી સુંદર અને ગ્લોઈંગ કેમ ન હોય?
પરંતુ… અંધકારમાં તેને જોવા માટે પણ પ્રકાશની જરૂર છે.

✅ “તમે” ના હસો તો વાંધો નથી, શું તમે સંસ્કારી કહેવાશો?
પરંતુ… દુનિયા “તમારા” પર હસવા માટે તૈયાર જ છે.

✅ ભલે તમે કેટલા ધનવાન હોય અને તમારી પાસે ડઝનેક કાર કે એરોપ્લેન હોય?
પરંતુ… તમારે ઘરના બાથરૂમ સુધી તમારે ચાલવું જ પડશે.

મનથી અનુભવાતી અને આંખોથી દેખાતી આ વિશાળ દુનિયામાં દરેક ક્ષણે કરોડો જીવો જન્મે છે અને મૃત્યુ પામે છે. જન્મનારને ખબર નથી હોતી કે તે ક્યાં આવ્યો છે અને શું કરવાનો છે, તો મૃત્યુ તરફ દોરાતો દરેક જીવ મૃત્યુ સામે ફફડાટ અનુભવે છે. જન્મ લીધા પછી અને મૃત્યુ વિશે જાણ્યા બાદ દરેક જીવ એક જ આકાંક્ષા ધરાવતો હોય છે કે જેમ બને તેમ તેનું મૃત્યુ પાછુ ઠેલાતું જાય અને તે માટે તે પ્રયત્નો પણ કરતો જ રહે છે. તે પછી અમીર હોય કે ગરીબ, કે પશું કે પક્ષી અંતે બધા પોત-પોતાની સમર્થતા મુજબ મૃત્યુને પાછી ઠેલવાના પ્રયત્નો કરે છે. જોકે સર્વસ્થાપિત સત્ય એ છે કે અંતે તો મૃત્યુ ટળતું જ નથી.

આવા મૃત્યુમાંથી ઉગરી જવા માટેનો એક જ માર્ગ છે અને તે છે આત્મજ્ઞાન. જે વ્યક્તિ આ વાત જાણી જાય છે કે તે શરીર નથી, તે શુદ્ધ આત્મા છે અને માત્ર સાક્ષી છે, તે દેહાભિમાનમાંથી મુક્ત થઈ જાય છે અને જે દેહાભિમાનમાંથી મુક્ત થઈ જાય, તે ચોક્કસ આ જ ભવમાં અને આ જ દુનિયામાં પોતાનો અમરલોક સ્થાપિત કરી શકે છે, કારણ કે તે જાણી ગયો છે કે તેનું શરીર મરતું નથી, આત્મા મરતો નથી અને મન પણ મરતું નથી. અંતે માત્ર અહંકાર જ મરે છે. અહંકારની વ્યાખ્યાને લઈને સામાન્ય જગતમાં બહુ ભ્રાંતિઓ છે. લોકોને એમ લાગે છે કે અમને દોલતનો અહંકાર નથી, અમને હોદ્દાનો અહંકાર નથી, અમને જાતિ કે કુળનો અહંકાર નથી એટલે અમે નિરંકારી-અહંકારરહિત થઈ ગયાં. અહંકારની સાચી વ્યાખ્યા જાણવી હોય તો અહંકારનો શાબ્દિક અર્થ કરવો જ રહ્યો. અહંકાર એટલે અહમ્+કાર એટલે હું છું. એક દેહધારી પ્રાણી તરીકે સૌને એ બાબતનો અહંકાર છે જ કે હું અમુક વ્યક્તિ, અમુક નામધારી, અમુક કુળધારી, અમુક હોદ્દાધારી કે અમુક ઉપાધિધારી વ્યક્તિ છું. બસ જ્યારે પણ મૃત્યુ થાય છે ત્યારે આ અહમ્+કારનું જ મૃત્યુ થાય છે. જો આપણે શરીર રૂપી મૃત્યુના ભયમાંથી ઉગરવા માંગતા હોઇએ, તો આ અહંકાર એટલે કે દેહાભિમાનનો આપણે આત્મ-જ્ઞાન દ્વારા વધ કરીએ અને તે આપણને મારે, તે પહેલા આપણે તેને મારી દઇએ.

તમારું જીવન પ્રકાશમય રહે અને હંમેશા હસતા રહો!!!

રાધેય! રાધેય!!!

#દિવ્યેશ _સંઘાણી