ત્યાજ પેલું ગામડિયાણ જેવું લાગતું દંપતી પોતાના એકાદ-બે વર્ષના દિકરાને તેમના હાથે થી ઝાલી તેમના પગ પાણી માં ઝૂબાવતું અને પલાળીને હસે છે. ત્યારે કિશન ના વિચારો ના વૃદાવન માં પણ અચાનક જ એક નવો વળાક આવે છે. અને તે ફરી પાછો પાંત્રીસેક વર્ષ પહેલા પોતે અને રાધા પણ હિમાશુને લઈને દરીયા કિનારે આમ જ ફરવા જતાં ને? ત્યારે હિમાશુ ઝાલ્યો પણ રહેતો નહિ અને તે રાધાનો હાથ છોડાવીને આગળ ને આગળ દોડયો જતો અને તેઓ બંન્ને ‘ઊભો રહે બેટા’ તેમ બોલતાં બોલતાં તેમની પાછળ દોડી જતા અને તેમને પકડી લેતાં…

‘બિલકુલ તમારા જેવો નખરાળો છે…’ કિશનની સામે જોઈને રાધા હસીને કહેતી હતી. ત્યારે કિશન તેને ગાલે ચૂંમી લેતો. ત્યારે રાધા, ‘અરે આ તમે શું કરી રહ્યા છો અહિં? કોઈ ને કોઇ અહિ જોઈ જશે તો શુ કહેશે?’ ‘તો ? હું મારી રાધાને રમાડી રહ્યો છું એમા વળી નવુ શું છે?’ રાધા પણ ત્યારે શરમાઈ જાતી હતી. તે હિમાશુ સામે જોઈ રહેતી. ‘મને ક્યારેક તો એવા વિચારો આવે છે કે…’ તેમ બોલતાં બોલતાં વચ્ચે જ કિશન અટકી ગયો. ‘તમે કેમ કંઇ કહેતા કહેતા અટકી ગયા?’ રાધાએ કિશનના વાળ પસરાવતાં પસરાવતાં પૂછ્યું.

કિશન ના દિલ માથી એક ઉંડો નિ:સાસો કાઢાઈ ગયો. ‘મહિનો માંડ કરી ને ખેંચાય એટલો પગાર… કાલ સુધી તે એકલો હતો… આજે એકમાંથી બે… બે ના અઢી… અને હવે તો તેઓ ત્રણ જણાં થયા. પતિના હોઠ ઉપર હથેળી મૂકતાં રાધા બોલી, ‘બસ પણ કરો હવે… આ શું તમે પણ… શેના સરવાળા ગુણાકાર કરવા માંડ્યા છો?’ ‘રાધા, તુ પણ જાણે જ છે ને કે આપણી જીદગી માં સરવાળા ગુણાકાર હમેંશા ની જેમ જ ચાલતાં રહેતા જ હોય છે ને?’ ‘અરે, તમે પણ એક દિવસ જોતા રહેશો જોજો ને… આપણો હિમાશુ… કાલે સવારે તમારી હારેહાર ઊભો રહેશે ને પછી તો આપણે બન્ને પણ સા… વ… નવરા થઈને સુખનો રોટલો ખાઇશું અને ભગવાન ની ભકિત કરીશુ.’ આવાને આવા વિચારો માં રાધા કોઇ કાલ્પનિક સુખ ના સ્વપ્ન માં ડુબી જતી અને ત્યારે કિશન પણ જાણે કે વિચારો ના વૃદાવન માં કંઇક ખોવાય જતો હતો.

હિમાશુને જાણે કે નસીબે યારી આપી અને હિમાશુ પણ બી.ઇ. માં યુનિવર્સિટીમાં ટોપ નંબર થી ઉતીર્ણ થયો. ત્યારે હિમાશુ એ તેમને કહ્યુ કે ડેડી મારે એમ.બી.એ. કરવા માટે લંડન જવુ છે. ત્યાં એમ.બી.એ. કરી ને હુ ફરી પરત ‘ઈન્ડિયા’ આવી ને કોઇ નવી સોફટવેર કંપની ખોલવા માંગુ છુ. જેથી કરી ને આપણે આપણી પોતાની કંપની અહિ ખોલી શકિએ અને તમારે અને મારા મમ્મી ને પણ સારુ એવુ નોલેજ છે જેથી તમે બન્ને પણ મને સારુ એવુ માર્ગદર્શન આપી શકો. આવી સરસ મજાની વાત સાંભળીને કિશન પણ રાજી નો રેળ થઇ ગયો અને મન માં ને મન માં હરખાવા લાગ્યો. આવી વાત સાભળીને તે પણ તેને જવા દેવા માટે રાજી થઇ જાય છે. મા-બાપના આશીર્વાદ લઈને એ હિમાશુ લંડન પહોંચી જાય છે.

એક નવી જ દુનિયા… એક નવો જ દેશ… અને એક નવું જ વાતાવરણ… શરૂઆતમાં હિમાશુ ને થોડો સંકોચાતો હતો પણ અંતે ધીમે ધીમે તેને ત્યાં બધું જ ફાવી ગયું હતુ. જોત જોતા માં તેને ત્યા જ એક કંપનીમાં નોકરી મળી ગઇ. તેમની જ કંપની ના બોસ પોતાની એકની એક સ્વછંદી પુત્રી રશ્મિના લગ્ન માટે હિમાશુને વાત કરે છે. હિમાશુ અને રશ્મિ તો એકબીજાને ગમી ગયાં. અને તેઓ એ કિશન ને કહ્યુ કે તેઓ ધામધુમ થી ‘ઈન્ડિયા’ આવીને લગ્ન કરશે અત્યારે માત્ર કોર્ટ મેરેજ કરી લે છે. ત્યારે કિશન અને રાધા પણ તેમને પરવાનગી આપી દે છે અને લંડન મા જ તેના લગ્ન પણ થઇ ગયા. એકાદ બે વર્ષ તો હિમાશુ-રશ્મિએ ઔપચારિક સંબંધ જાળવ્યો પણ ધીમે ધીમે એ પણ પુર્ણ થઇ ગયો અને હિમાશુ અને રશ્મિના નામની માળા જપતી રાધા મૃત્યુ પામી ત્યારે કિશન પર તો જાણે કે આભ તૂટી પડ્યું. કેમકે પોતાના એક ના એક દિકરા ને તેની માઁ ના મૃતદેહને અગ્નીસંસ્કાર કરવા માટેનો પણ સમય નથી હોતો અને કહે છે કે મને કંપની માથી અત્યારે રજા મળી શકે તેથી હુ નહિ આવી શકું. આવુ વાહીયાત બહાનુ બતાવી ને એ તો પોતાની બધી જ જવાબદારી માંથી છટકી જાય છે. ત્યારે આવા સમયે દિવ્યેશ તેમનો જમાઇ હોવા છતા પણ સગા દિકરા થી પણ વિશેષ પોતાની જવાબદારી નિભાવે છે અને બધી વિધી પુર્ણ કરે છે. આ જોઇને કિશનને નદી માં કૂદીને આત્મહત્યા કરવાની ઈચ્છા થઈ પરંતુ કોણ જાણે તેને રાધાની આત્મા જન્નતમાંથી તેમ કરતા રોકતી હોય અને કહેતી હોય કે ‘તમે હિંમત ન હારતા… ના કરે નારાયણ ને જો હિમાશુ કાલે સવારે પાછો આવશે તો તેને તમારો તો ઓથ મળવો જ જોઈએ ને, હું તો તેને કંઇ ન આપી શકી અને તમે પણ જો…?’ તેવો કંઇ કિશન ને અહેસાસ થયો.

કિશનની તો જાણે કે દુનિયા ઉજડી ગઈ હતી. તેમ છતાં પણ કિશને હિમાશુ ને કહ્યુ કે બેટા હવે હુ પણ અહિ એકલો થઇ ગયો છુ અને મારી તબિઅત પણ હવે ખરાબ થવા માડી છે તેથી મારે હૉસ્પિટલના ના ધકકા પણ હવે વધી ગયા છે. તો તમે બન્ને હવે ‘ઈન્ડિયા’ પરત આવી જાવ. ત્યારે રશ્મિએ હિમાશુને ‘ઈન્ડિયા’ પરત ન જવા માટે નો આગ્રહ કર્યો. કિશનને તેઓ ની આ વાત અવ્યવહારુ લાગી. તેથી તેણે બંનેને સમજાવી જોયો કે જો બેટા, હવે મારી અવસ્થા થઈ ગઇ છે અને તમે લોકો જો હવે પરદેશ રહે તો અહીં મારી દેખભાળ કોણ કરે? તારી મમ્મી હતી ત્યારે તો મને સહારો હતો તેથી મેં તમને કયારેય નથી કહ્યુ પણ હવે તમે પરત આવી જાવ.’

‘પપ્પા, નર્સ ને રાખી લીઓને તેનો બધો ખર્ચ અમે લોકો આપી દઇશુ… બાકી જો તમારે માટે અમારે ત્યાં આવી ને અમારા ભવિષ્યનાં સ્વપ્નાઓ નો ભોગ આપવો એ વળી કેવાનો ન્યાય કહેવાય? હિમાશુ નો એવો જવાબ સાંભળીને કિશન બોલ્યો ‘ના બેટા, હું તને ક્યાં એમ કહું છું? પણ તું રશ્મિની સાથે જો અહીં રહેવા આવી જાય તો હવે આ ઢળતી ઉંમરે મારી પણ આંખ ઠરે ને?’ ‘એટલે અમારે તમારા ગમા-અણગમાની જ આખી જીદગી ચિંતા શુ કર્યા રાખવાની એમજ કહોને? તમે એ તો જાણો જ છો ને કે… રશ્મિ પરદેશમાં જ ઊછરી છે એટલે તેને ‘ઈન્ડિયા’ માં હવે ન ફાવે. હા, તમારી જો અમારી સાથે અહિં આવવાની ઇચ્છા હોય તો તમે આવી શકો છો તેનો અમને લોકોને કંઇ પણ ફરક પડતો નથી અથવા તો અમે લોકો ત્યાં એકાદ-બે વરસે ત્યાં આવીને તમને મળી જઈશું.’

કિશનની આંખ માં જાણે કે અંધારાં આવી ગયાં હોય. પોતે હિમાશુ માટે સેવેલાં અનેક સપનાંનો મહેલ જાણે કે કડડભૂસ થઇ ને ધુળ માં મળી ગયો હોય તેમ લાગ્તુ હતુ. પોતે તો હવે આ ઢળતી ઉંમરે પરદેશ જઈને ત્યાં ના વાતવરણ માં રહી શકે તેવી પરીસ્થિતી માં નહતો.

આ વાતને ય એકાદ દસકો વીતી ગયો હ્તો. કિશન પોતાના જેવા સમદુખિયાઓની વચ્ચે પોતાનુ શેષ જીવન ગાળવા માટે ‘કૃતાર્થ’ વૃધ્ધાઆશ્રમ મા જઇને પોતાની બાકીની જીદગી ગાળવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. ત્યાં જિષા અને દિવ્યેશ તેમની ખબર અંતર જાણવા માટે વારંમવાર આવતા જતા રહેતા હતા અને તેમની જીદગી નુ દુઃખ હળવુ કરી આવતા હતા… પરંતુ કિશન તેમના ઘરે જવા માટે હજુ પણ તૈયાર નહતો.

રોજ સવાર-સાંજ તે સામેના દરિયાકાંઠે ટહેલવા માટે જતો હતો અને ત્યારે તેને રાધા સાથે ના વર્તન ને યાદ કરતાં ધણો અફસોસ કરતો હતો કે જેને પોતાના પરીવાર માટે પોતાની આખી જીદગી કુરબાન કરી દિધી પરંતુ તે તેના દિલ ની લાગણી ની કોઇ કદર ના કરી શક્યો. ત્યારે કિશન પણ રાધા ની જેમ જ વિચારવા લાગ્યો હતો કે ‘વો સુબહ કભી ન કભી તો આયેંગી’ અને ત્યાં આનંદ-કિલ્લોલ કરતા પરિવારોને અને તેઓનાં સંતાનોને જોઈ રહેતો. તેઓની મસ્તીમાં તેની આંખો કોઇને અને કોઇને શોધતી રહેતી હતી… તો કયારેક તેને રાધા દેખાતી… હિમાશુ દેખાતો… જિષા દેખાતી… અને કયારેક દિવ્યેશ પણ દેખાતો… સમય થયે દૂરની ક્ષિતિજમાં સૂર્ય અસ્ત થઇ ગયો… આવા દ્રશ્ય ને જોતા તેને પણ થયુ કે એક દિવસ પોતે પણ આ રીતે…

વળતે દિવસે માર્ગમાં વધુ એક લાશ પડેલી જોવા મળી… જયારે દિવ્યેશ ને તેમની ખબર પડી તો તે તરત ત્યાં દોડી જઇને પોતાને ઘર લઇ જાય છે. જે જીવતા કદિ પણ દિકરી ના ઘરે પગ ન મુકનાર બાપ તેની દિકરી ના ધરે મૃત્યુ પછી જાય છે. ત્યારે દિવ્યેશ હિમાશુ ને ઘરે ફોન કરે છે તો તેનો જવાબ હોય છે કે ખાલી તેમના અગ્નીસંસ્કાર કરવા માટે તેમને ત્યાંથી આવવુ મુશ્કેલ છે. તમે જ તેમના અગ્નીસંસ્કાર કરી નાખો. તેથી દિવ્યેશ અને બીજા તેમના સગાવહાલાઓ જઇને રાધા ની લાશ ની જેમ જ કિશન ની લાશ ને અગ્નીસંસ્કાર કર્યા. આજે તો એ ઘટનાને પણ વર્ષોના વહાણાં વીતી ગયા…. પણ હજુ સુધી હિમાશુ ને સમજાયુ નથી કે દિલ ની લાગણી ના સંબંધ કેવા હોય છે…