એક રાજાએ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રિત કર્યા. રાજાનો રસોઈયો ખુલ્લા આંગણામાં ભોજન બનાવી રહ્યો હતો. તે સમયે એક ગીધ તેના પંજામાં એક જીવતો સાંપ લઈને રાજાના મહેલ ઉપરથી પસાર થયું.
ત્યારે પંજામાં દબાયેલા સાંપે પોતાના આત્મ રક્ષણમાં ગીધથી બચવા માટે પોતાના ફેણમાંથી ઝેર કાઢ્યું. તેમાંથી થોડું ઝેર જઈને બ્રાહ્મણો માટે બની રહેલા ભોજનમાં જઈને પડ્યું. કોઈને તે વાતની ખબર ન પડી.
રાજાએ બ્રાહ્મણોને આદર સત્કાર સાથે ભોજન કરાવ્યું. થોડી વાર પછી બ્રાહ્મણ પીડાથી તડપવા લાગ્યા અને જોત જોતામાં બધાના મૃત્યું થઇ ગયું. તે જોઈને રાજાને ખુબ દુઃખ થયું, પણ તેમને સમજાયુ નહિ કે તેનો દોશી કોણ છે?
યમરાજ જે તમામ પાપોની નોંધ રાખે છે તેમને એ ન સમજાતું હતું કે આ પાપ કર્મને કોના ખાતામાં નાખવું?
(1) રાજા…. જેને ખબર ન હતી કે ખોરાક ઝેરી બની ગયો છે….
કે પછી…
(2) રસોઈયા…. જેને ખબર ન હતી કે તે રસોઈ બનાવતી વખતે તે ઝેરી બની ગઇ છે….
કે પછી…
(3) તે ગરુડ…. જે ઝેરીલા સાપને લઈને રાજાના મહેલ ઉપરથી પસાર થયો….
કે પછી…
(4) સાપ…. જેણે પોતાના સ્વબચાવમાં ઝેર કાઢ્યું….
થોડા દિવસો પછી કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા તે રાજ્યમાં આવ્યા હતાં અને એક સ્ત્રીને મહેલનો રસ્તો પૂછ્યો.
પેલી સ્ત્રીએ મહેલનો રસ્તો બતાવ્યો, પણ રસ્તો બતાવવાની સાથે તેણે બ્રાહ્મણોને પણ કહ્યું કે “જુઓ ભાઈ…. જરા ધ્યાન રાખજો…. એ રાજા તમારા જેવા બ્રાહ્મણોને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે.” તેવું કહીને તે મહિલા હસી.
જેવો તે સ્ત્રીએ આ શબ્દો કહ્યા તે જ સમયે યમરાજે નિર્ણય લીધો કે તે મૃત બ્રાહ્મણોના મૃત્યુનું પાપ આ સ્ત્રીના ખાતામાં જશે અને તેણે તે પાપનું પરિણામ ભોગવવું પડશે.
યમરાજના દૂતોએ પૂછ્યું- પ્રભુ આવું કેમ??
જ્યારે તે મૃત બ્રાહ્મણોની હત્યામાં તે મહિલાની કોઈ ભૂમિકા નહોતી.
ત્યારે યમરાજ બોલ્યા – જુઓ ભાઈ, જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે ત્યારે તેને ખૂબ આનંદ મળે છે. પણ પેલા મૃત બ્રાહ્મણોને મારવાથી ન તો રાજાને આનંદ થયો…. ન તો પેલા રસોઈયાને આનંદ થયો…. ન તો પેલા સાપને આનંદ થયો…. ન તો એ ગરુડને આનંદ થયો.
પરંતુ તે સ્ત્રીએ અનિષ્ટ કરવાની ભાવના સાથે તે પાપ કૃત્યની ઘટના વર્ણવીને ચોક્કસપણે આનંદ મેળવ્યો. તેથી જ રાજાના એ અજાણતા પાપનું પરિણામ હવે આ સ્ત્રીના ખાતામાં જશે.
હંમેશા આપણે જીવનમાં વિચારીએ છીએ કે અમે જીવનમાં એવું કોઈ પાપ નથી કર્યું, છતાં પણ અમારા જીવનમાં આટલું કષ્ટ કેમ આવ્યું? તો એ કષ્ટ ક્યાંય બીજેથી નહિ, પણ લોકોની બુરાઈ/નિંદા કરવાને કારણે તેના પાપ કર્મોથી આવ્યું હોય છે. એટલા માટે ભૂલથી પણ લોકોની નિંદા ન કરવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે વ્યક્તિ આપણી સામે બીજાની નિંદા કરે છે, તે બીજા સામે આપણી નિંદા પણ જરૂર કરતા હશે. કેટલાક લોકોને બીજાની નિંદા કરવામાં ખુબ આનંદ આવે છે. પણ તે ભૂલી જાય છે કે સમજ્યા વિચાર્યા વગર કોઈના વિષે ખોટી વાતો કરવાથી તેના ખાતામાં પુણ્ય અર્જીત થતું જાય છે અને તમારા ખાતામાં પાપોમાં વૃદ્ધી થતી રહે છે.
આપણી ભક્તિ ની સાથે કર્મો પણ ઘણો મહત્વ નો ભાગ ભજવે છે. ઘણી વાર આપણે અમુક કર્મો કરવા નથી ઈચ્છતા મતલબ આપણે કોઈ નું ખોટું નથી ઈચ્છતા પણ જાણતા અજાણતા આપડા થી આડકતરી રીતે કોઇ નું ખોટું થાય જાય છે, તો ઘણી વાર આપડે દુઃખ સ્વરૂપ એ પણ ભોગવીએ છે, અને સંસારમાં સર્વ થી વધારે કર્મમાં તાકાત હોય છે, ભગવાન કૃષ્ણ એ પણ અર્જૂન ને કહ્યું હતું કે “તું કર્મ કર, ફળ ની ચિંતા ના કર”, અને અત્યારે તો બધા પુણ્ય પણ કરી ને એમ ચિંતા કરે છે કે અનું ફળ મળશે, કે નહીં. અત્યારે બધા જ બધું બસ પોતાના ના સ્વાર્થ માટે જ કરે છે અને એટલે જ દુઃખ પણ મળે છે જીવન માં. અને એમ પણ જેના જીવન માં દુઃખ ને સુખ બંને જોડે ના હોય અને જીવન ના કેવાય, તમે જન્મ લીધો છે તો આ બધું તો થવા નું જ છે, પણ ભગવાન પર આપણી અતૂટ શ્રધ્ધા હોવી જરૂરી છે. ભગવાન પાસે થી દુઃખ ના મળે એની પ્રાર્થના કરીએ એના કરતા “મારા થી કોઇ પાપ થયું હોય તો માફ કરજે, અને મને જીવનમાં કોઈ વિપ્પતી કે દુઃખ આવે તો સહન કરવા ની તાકાત આપજો” એવું માગવું સારું.
આપણા મનની એક અદભૂત શક્તિ છે અને એ છે અનુમાન કરવાની શક્તિ. આ શક્તિનો ઉપયોગ સારી રીતે પણ થઇ શકે છે અને ખરાબ રીતે પણ થઇ શકે છે. કોઈ પાપીને એના પાપ સામે ન જોતા એમાં પણ કંઈક વિશેષતાના દર્શન કરીને એના પુણ્યમાં પ્રાણ ફૂંકવાનું શ્રેષ્ઠ કામ કરવું એ પણ અનુમાનનો એક ઉપયોગ છે અને એક સંતના સંતત્વને છુપાવી એને પાપી ચિતરવાની અને પાપનું અનુમાન કરી દુનિયાની સામે ખોટું ઉદાહરણ મુકવામાં પણ અનુમાનનો ખરાબ ઉપયોગ થઇ શકે છે. આપ આવું કરશો તો સંતને દુર્જન બનવાનું મન થશે અને સમાજમાં સંતત્વ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે અને એ પાપમાં તમે નિમિત્ત બનશો. આ આખીયે ચર્ચાનો સાર એટલો જ યાદ રાખી તેનું દૃઢતા પૂર્વક પાલન કરીએ કે ‘અહંકાર અને અનુમાનને આધીન બનીને જેઓ સંત અને સજ્જન છે એમના વિષે ખરાબ બોલવાનું પાપ હું કદીયે નહિ કરું’, સારાને સારો કહીયે અને જે ખરાબ છે એને પ્રેમથી સુધારવાની નમ્ર ચેષ્ટા કરીયે પરંતુ સારાને ખરાબ સાબિત કરવાનો પ્રચાર ભૂલે ચુકે ન કરીએ એવી શક્તિ અને એવો વિવેક જાગૃત કરીએ.
☺: કર્મ ઉદાહરણની ખૂબ જ ઊંડી ફિલોસોફી ☝
રાધેય! રાધેય!!!
#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/
ખાસ નોંધ:
તમે અને તમારા પ્રિયજનો આ આર્ટીકલ divyesh.in પર વાંચી શકો છો. જો તમે તમારા સોશિયલ મીડિયા નેટવર્ક પર આ સંદેશ શેર કરી શકો, તો હું સન્માનિત અનુભવીશ.
જો તમે મારા શબ્દોમાં મૂલ્યવાન માનો છો, તો હું માત્ર એટલું જ કહું છું કે તમે divyesh.in પર સંક્ષિપ્ત સમીક્ષા અથવા તો ટીપ્પણી લખો. અલબત્ત, મારા આ આર્ટીકલ વિશેનો કોઈપણ સકારાત્મક પ્રતિસાદ મારા માટે એવી વ્યક્તિ તરીકે માન્ય રહેશે કે જેણે તેના જીવનની સફરમાં અન્ય લોકોને ટેકો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
આખરે, આ એક આપણાં બધા માટે જીતની પરિસ્થિતિ છે: તમને અને તમારા મિત્રો અને અનુયાયીઓનું નેટવર્ક એક નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને મને એક બેસ્ટ લેખકની સૂચિમાં સામેલ થવાની તક મળે છે – જેનું મેં હંમેશા સપનું જોયું છે.
ખૂબ સરસ આર્ટિકલ દિવ્યેશભાઈ.
Very good story divyesh bhai