પ્રિય મિત્રો,

સ્ફૂર્તિદાયક દિવસ માટેની ખૂબ સારી શુભેચ્છાઓ!!!

એક ગાય ઘાસ ચરવા જંગલમાં ગઈ હતી. ધીમો-ધીમો પવન વાઈ રહ્યો હતો, સમી સાંજનો રતાશ પડતો સૂરજ આથમી રહ્યો હતો. આછું એવું અંધારું છવાયે જતું હતું. તેથી ગાય પોતાના ઘરે પરત ફરી રહી હતી અને તેને લાગે છે કે અહીં સીમાડે જ સૂરજ આથમી જાશે તેથી તેને ચાલવામાં થોડી ગતી વધારી ત્યાં તેણે જોયું કે એક વાઘ તેની તરફ ખૂબ જ ઝડપથી પાસે આવી રહ્યો હતો.

તે ભયભીત થઈને અંતે ત્યાંથી દોડવા લાગી. તો તે વાઘ પણ તેની પાછળ દોડવા લાગ્યો. દોડતી વખતે ગાયે તેની સામે એક તળાવ જોયું. ગભરાઈને ગાય તળાવની અંદર પ્રવેશી ગઇ.

તે વાઘ પણ તેનો પીછો કરતા તળાવની અંદર ઘૂસી ગયો. પછી તેણે જોયું કે તળાવ બહુ ઊંડું ન હતું. તેમાં થોડું પાણી હતું પરંતુ તે કાદવથી ભરેલું હતું.

તેમની વચ્ચેનું અંતર ઘણું ઓછું હતું. પણ હવે વાધ કંઈ કરી શકતો ન હતો. થોડી વારમાં જ ગાય તે કાદવની અંદર ધીમે ધીમે ડૂબવા લાગી. તે વાઘ પણ તેની નજીક હોવાથી તેને પકડી શક્યો નહીં કેમકે અંતે તે પણ ધીમે ધીમે કાદવની અંદર ડૂબવા લાગ્યો, બન્ને લગભગ ગળા સુધી એ કાદવની અંદર ફસાઈ ગયા.

બંને હલનચલન કરી શકતા ન હતા. ગાયની નજીક હોવા છતાં વાઘ તેને પકડી શકતો ન હતો. થોડી વાર પછી ગાયે વાઘને પૂછ્યું, તારે કોઈ શિક્ષક કે ગુરુ છે?

વાઘે બૂમ પાડી અને કહ્યું, હું જંગલનો રાજા છું અને હું પોતે જ આ જંગલનો માલિક છું!

ગાયે કહ્યું, પણ તમારી આ બધી સતા અને શક્તિનો અહીં તમને શું લાભ થયો?

તો વાઘે કહ્યું, એ બધું તુ છોડ અને જવા દે પણ અત્યારે તો તું પણ ફસાઈ ગઇ છે અને મૃત્યુની નજીક છે. તારી હાલત પણ મારી જેવી છે.

ગાયે સ્મિત સાથે માથું હલાવ્યું અને કહ્યું, જરા પણ નહિ! જ્યારે મારા માલિક સાંજે ઘરે આવશે અને મને ત્યાં નહીં મળે, ત્યારે તે મારી શોધમાં ચોક્કસ અહીં આવશે અને મને આ કાદવમાંથી બહાર કાઢીને તેમના ઘરે લઈ જશે. પરંતુ તમને કોણ લઈ જશે?

થોડી વારમાં એક માણસ ખરેખર ત્યાં આવ્યો અને ગાયને કાદવમાંથી બહાર કાઢે છે, બહાર નીકળતી વખતે ગાય અને તેનો માલિક બંને એકબીજાની સામે કૃતજ્ઞતાથી જોઈ રહ્યા હતા. તેઓ ઈચ્છતા હોવા છતાં પણ તે વાઘને તે કાદવમાંથી બહાર કાઢી શક્યા ન હતા, કારણ કે તે તેમના બન્નેનાં જીવ માટે ખતરો હતો.

અંતે ગાય અને તેનો માલિક પોતાના ધરે જવા માટે નિકળી જાય છે.

આત્મ મંથન:
ગાય એ સમર્પિત હૃદયનું પ્રતીક છે, વાઘ એ અહંકારી મનનું પ્રતીક છે, માલિક એ ભગવાનનું પ્રતીક છે, કાદવ એ આ સંસારનું પ્રતીક છે, અને આ સંઘર્ષ એ આપણાં અસ્તિત્વની લડાઈ છે.

કોઈના પર નિર્ભર ન રહેવું એ બહું સારું છે, પણ હું જ સર્વસ્વ છું, મને કોઈના સહકાર કે સહાયની જરૂર નથી, આ અહંકાર છે અને અહીંથી વિનાશના બીજ વવાઇ છે. “અહંકાર પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવો જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે.” કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

ઇશ્વરથી મોટો આ જગતમાં કોઈ સાચો શુભચિંતક નથી, કારણ કે તે અનેક સ્વરૂપોમાં આપણું રક્ષણ કરે છે.

આપણાં દરેક શ્વાસ એ ઇશ્વરની જ ભેટ છે તો આજે ચાલો પ્રેમ થી કહો…

રાધેય! રાધેય!!!

#દિવ્યેશ‌_સંઘાણી
https://www.divyesh.in/

ખાસ નોંધ:
તમે અને તમારા પ્રિયજનો આ આર્ટીકલ divyesh.in પર વાંચી શકો છો. જો તમે તમારા સોશિયલ મીડિયા નેટવર્ક પર આ સંદેશ શેર કરી શકો, તો હું સન્માનિત અનુભવીશ.

જો તમે મારા શબ્દોમાં મૂલ્યવાન માનો છો, તો હું માત્ર એટલું જ કહું છું કે તમે divyesh.in પર સંક્ષિપ્ત સમીક્ષા અથવા તો ટીપ્પણી લખો. અલબત્ત, મારા આ આર્ટીકલ વિશેનો કોઈપણ સકારાત્મક પ્રતિસાદ મારા માટે એવી વ્યક્તિ તરીકે માન્ય રહેશે કે જેણે તેના જીવનની સફરમાં અન્ય લોકોને ટેકો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

આખરે, આ એક આપણાં બધા માટે જીતની પરિસ્થિતિ છે: તમને અને તમારા મિત્રો અને અનુયાયીઓનું નેટવર્ક એક નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને મને એક બેસ્ટ લેખકની સૂચિમાં સામેલ થવાની તક મળે છે – જેનું મેં હંમેશા સપનું જોયું છે.