એક દિવસ એક વ્યક્તિ તેના ઘરનું નવીનીકરણ કરવા માટે તેના ઘરના રૂમમાં બનાવેલ કબાટની દિવાલો તોડી રહ્યો હતો.
કબાટમાં લાકડાની દિવાલો વચ્ચે જગ્યાઓ હોય છે, એટલે કે, દિવાલો અંદરથી પોલી છે.
જ્યારે તે લાકડાની દીવાલો તોડી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે બહારથી તેના હાથમાં ખીલીને અથડાવાને કારણે તે દિવાલની અંદરની બાજુએ જોવે છે તો ત્યાં એક ગરોળી તે જગ્યાએ ફસાઇ ગયેલી હતી.
જ્યારે તેણે આ દ્રશ્ય જોયું તો તેને ખૂબ જ દયા આવી પરંતુ તે સાથે જ તેને કુતુહલ પણ થયું. તેણે વધુ તપાસ કરતાં તેને જાણવા મળ્યું કે પાંચ વર્ષ પહેલા તેનું મકાનમાં ફર્નીચર બની રહ્યું હતું ત્યારે ખીલી પર હથોડો મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી કયારેય પણ તેમાં કંઇ સુધારો કરવામાં આવ્યો ન હતો.
એક ગરોળી આ સ્થિતિમાં પાંચ વર્ષ સુધી રહી. દિવાલના અંધારા પાર્ટીશન વચ્ચે, હલનચલન કર્યા વિના? તે અકલ્પનીય, અશક્ય અને આઘાતજનક હતું!
એક ગરોળી, જેનો એક પગ છેલ્લા પાંચ વર્ષથી ખીલીને કારણે એક જગ્યાએ ફસાયેલો હતો અને જે તેની જગ્યાએથી એક ઈંચ પણ ખસ્યો ન હતો, તે કેવી રીતે જીવિત રહી શકે તે તેની સમજની બહાર હતું. પરંતુ કહેવાય છે ને કે “જેને રામ રાખે તેને કોન ચાખે!”
હવે ગરોળી અત્યાર સુધી શું કરી રહી છે અને ખોરાકની જરૂરિયાત કેવી રીતે પૂરી કરી રહી છે તે જોવા માટે તેણે પોતાનું કામ બંધ કરી દીધું.
થોડા સમય પછી ત્યાં ક્યાંથી બીજી ગરોળી આવતી દેખાઇ, તે તેના મોંમાં ખોરાક પકડીને લાવી હતી. પેલી ફસાયેલી ગરોળીને ખવડાવવા માટે! અરે! તે સ્તબ્ધ હતો! આ દ્રશ્ય તેના હૃદયને સ્પર્શી ગયું.
એક ગરોળી, જેનો એક પગ ખીલીથી દિવાલમાં ફસાઇ ગયો હતો, તેને બીજી ગરોળી છેલ્લા પાંચ વર્ષથી ખવડાવી રહી હતી.
અદ્ભુત! બીજી ગરોળીએ તેના જીવનસાથીની જીવવાની આશા છોડી ન હતી, તે છેલ્લા પાંચ વર્ષથી પ્રથમ ગરોળીને ખવડાવી રહી હતી.
વિચિત્ર, નાનું પ્રાણી તે કરી શકે છે, પરંતુ આપણે મનુષ્યો, જેમને શ્રેષ્ઠ બુદ્ધિમત્તાથી આશીર્વાદ મળે છે છતાં પણ તે આંપણે કરી શકતા નથી!
સાત્વિક વિચાર:
જો આપણે બાવળીયા વાવીએ અને પછી એમાં આંબાની આશા રાખીએ તો ચાલે નહીં ને? જેવું વાવીએ એવું ફળ મળે. જેવાં જેવાં કર્મ કર્યા છે એવું ફળ આપણે ભોગવવાનું છે. અત્યારે કો’કને ગાળ ભાંડી, તે દહાડાનું પેલાનાં ગાંઠમાં જ હોય કે ક્યારે ભેગો થાય ને આપી દઉં. લોકો બદલો લેવા માટે આવે, માટે આવાં કર્મ ના કરવા કે લોકો દુઃખી થાય. આપણે જો સુખ જોઈતું હોય તો સુખ આપો.
આપણાં દરેકે દરેક કર્મની મુક્તિ થવી જોઈએ. જ્યારે પણ કોઇ વ્યક્તિ આપણે દુ:ખી કરે ત્યારે દરેકે દરેક વખત કર્મથી આપણે મુક્તિ મળવી જોઈએ. આ તો થોડુક વધારે ઉંડાણમાં લખાય ગયું પણ જો તે આસાન શબ્દોમાં કહું તો તે માટે આપણે શું કરવું જોઈએ?
તે વ્યક્તિને આપણે નિર્દોષ જોવા જોઈએ, કે તેમાં તે વ્યક્તિનો તે શો દોષ? મારા એવા કોઇ કર્મનો હશે તેથી એ મળ્યા છે એ તો બિચારાં માત્ર આ બધાનાં નિમિત્ત છે. તો એ આપણાં કર્મની મુક્તિ થઈ ને જો આપણે તે વ્યક્તિનો દોષ જોયો એટલે આપણાં એટલા નવા કર્મોમાં વધારો કર્યો, પછી એને તો કોઈ બીજા ઉપર શું દોષ દેવો? જ્યારે જ્યારે સામે વાળાનો જ જો આપણે દોષ દેખાતો હોય તો સમજવૂં કે આપણે કર્મમાં બંધાતા જાય છીએ ને જ્યારે આપણે પોતાનો જ દોષ દેખાય તો સમજ્વૂં કે આપણે તે કર્મમાંથી છૂટતાં જાય છીએ!
આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે જીવનમાં રહેવું, આ દુનિયાની માયાથી ખૂબ દુર રહેવું. આપણે કોઇને કોઇ કર્મથી બંઘાયેલા છીએ તેથી તો તે જ આપણે ભેગાં થયેલા છે. આ ૮ અબજની વસ્તીમાં તે જ વ્યક્તિને આપણે કેમ ભેગાં થયેલા છીએ? કર્મના હિસાબે આપણે બંધાયેલા છીએ, તેથી જ આપણેં બધા ભેગાં થયાં છીએ. આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો ય સામો આંગળા ઘાલી ઘાલીને બોલાવ બોલાવ કરે. અલ્યા, આંગળા ઘાલીને શું કરવા બોલાવે છે? આનું નામ વેર! બધા પૂર્વ જન્મ કે આ જન્મનાં વેર! આ દુનિયામાં ઇશ્વરે કોઇને પણ અન્યાય નથી કર્યો પછે ભલે તે માનવ, રાક્ષસ, પશુ કે પક્ષી હોય. આ દુનિયા બિલકુલ એક સેકન્ડ પણ ન્યાયની બહાર ગઈ નથી. તમે જો પધ્ધતિસર હશો તો તમારું કોઇ પણ નામ લેનાર કે દેનાર નથી. હા, જો કોઇ બે ગાળો આપવા આવે તો લઈ લો, લઈને તેને જમાં કરી લેવાની અને કહી દેવાનું કે હવે આ હિસાબ પતી ગયો.
કૃપા કરીને તમારા પ્રિયજનોને ક્યારેય છોડશો નહીં! જ્યારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેમને તમારી પીઠ ન બતાવો! તમારી જાતને સૌથી બુદ્ધિશાળી કે શ્રેષ્ઠ સમજવાની ભૂલ ન કરો! આજે તમે ભાગ્યશાળી હોઈ શકો છો પરંતુ આવતીકાલ અનિશ્ચિત છે અને આવતીકાલે વસ્તુઓ બદલાઈ શકે છે. કદાચ કુદરતે આપણી આંગળીઓ વચ્ચે પણ જગ્યા આપી છે જેથી આપણે બીજાનો હાથ પકડી શકીએ! તમે આજે કોઈને પ્રેમ અને સાથ આપશો તો, આવતીકાલે કોઈને કોઈ તમને પ્રેમ અને સાથ આપશે. જો તમે કોઇને આજે દુ:ખ આપશો તો, આવતીકાલે તે તમને દુ:ખ આપશે!!!
ભલે તમારો ધર્મ ગમે તે હોય, બસ ફકત સારા માણસ બનો, ઇશ્વર આપણા જ કર્મનો હિસાબ કરશે, આપણાં ધર્મનો નહીં!!!
રાધેય! રાધેય!!!
#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/
Leave A Comment