પ્રિય મિત્રો,
સ્ફૂર્તિદાયક દિવસ માટેની ખૂબ સારી શુભેચ્છાઓ!!!
એક મહિલા કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઈ. તેની સાથે એક નાનું બાળક પણ હતું. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે તેનું બાળક વેપારીની સામે જોઈને હસી રહ્યું હતું.
છોકરો વેપારીને નિર્દોષ, ખુશખુશાલ અને ખૂબ જ સુંદર લાગતો હતો. તેને લાગતું હતું કે આ બાળકનું હાસ્ય તેનો આખા દિવસનો થાક દૂર કરી રહ્યું છે.વેપારીએ પેલા નાના છોકરાને પોતાની પાસે બોલાવ્યો, તે છોકરો વેપારી પાસે આવ્યો. તેણે નોકર પાસે ચોકલેટનો ડબ્બો માંગ્યો – અને બોક્સ ખોલ્યું. તેને બાળક તરફ આગળ કર્યું અને કહ્યું – “દીકરા, આ બોક્સમાંથી જેટલી ચોકલેટ લેવી હોય એટલી લઈ લે.”
બાળકે તેની પાસેથી ચોકલેટ લેવાની ના પાડી. વેપારી છોકરાને વારંવાર ચોકલેટ લેવા માટે કહેતો રહ્યો – અને છોકરો તેને ના જ પાડી રહ્યો હતો.
બાળકની માતા દૂર ઉભી આ આખી ઘટના જોઈ રહી હતી. તેણી એ તેના છોકરાને માથું હલાવી અને ચોકલેટ લેવા માટે સહમતી આપી. છતાં પણ છોકરો ચોકલેટ લેવા માટેની ના પાડે છે. તે જોઇને વેપારીએ જાતે જ બોક્સમાં હાથ નાખ્યો અને છોકરાને મુઠ્ઠીભર ચોકલેટ આપી. તે પછી છોકરો પેલા દુકાનદારનો આભાર માની તે કૂદીને તેની માતા પાસે ગયો.
દુકાનમાંથી ખરીદી કર્યા પછી – માતાએ બાળકને પૂછ્યું – “દીકરા! જ્યારે કાકા તને તે લેવા માટે કહેતા હતા ત્યારે તમે ચોકલેટ કેમ ન લીધી?”
છોકરાએ હાથ લંબાવ્યો અને કહ્યું – “જુઓ મમ્મા!
જો મેં મારા હાથથી ચોકલેટ લીધી હોત – તો મારો હાથ બહુ નાનો છે, તો મારા હાથમાં બહુ ઓછી ચોકલેટ આવત, ખરું ને? પણ કાકાનો હાથ મોટો હતો – તેને આપી ત્યારે ઘણી બધી ચોકલેટ આવી અને મારો આંખો ખોબો ભરાઈ ગયો!
આત્મમંથન:
દરેક કાર્ય કે પ્રવૃતિ પાછળ અપેક્ષા હોય છે, કારણ કે આ સ્વાભાવિક છે અને દરેક માનવી અપેક્ષા રાખે છે. પરંતુ આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે આ નૈતિક જવાબદારી છે તો પછી આપણે આપણી અપેક્ષાઓ કરતાં વધુ મેળવીએ છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે…
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि॥
અર્થઃ કર્મ કરતાં જ રહેવુ તેનો અધિકાર છે. પરંતુ આ કર્મ ફળ પર નથી! નિષ્કામ કર્મ કરવાનું છે. નિષ્કામ એટલે કે ફળ અથવા તો કોઈ પ્રકારના પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ! જેમાં આશક્તિ રહીત હોય. દરેક વ્યક્તિ કર્મ તો કરી રહ્યો છે. પરંતુ તો પણ તે બંધનથી બંધાયેલ છે. બંધન મુક્ત તો છે જ નહીં. કેમ કે તેનાં મનમાં ફળ અંગેની આસક્તિ રહી છે.
આર્ય સંસ્કૃતિની ચાલી આવતી પરંપરામાં શ્રમ અંગે ઘણું બધું વિચારવામાં આવ્યું છે. ‘શ્રમ એટલે આપણું કર્મ’! પરંતુ પરંપરાથી ચાલ્યું આવતું ચિંતન અને અર્વાચિન્હની વિચારધારા આ બન્નેમાં મોટો વિરોધાભાસ રહ્યો છે. પ્રથમ તો એ કે આપણે કર્મની પૂજા કરી શ્રમનો મહિમા સમજી તેનો આદર કરતાં થયાં. પરંતુ આ કર્મ કરનારને આદર-માન આપ્યું નહિ. શ્રમ કરનાર પરિશ્રમીને હલકામાં લીધો. સમાજે તેને નિમ્ન સ્તરે સ્થાન આપ્યું અને અવહેલના કરી. ત્યારે શ્રમનાં મહત્વને મહાપુરુષોએ જાણી તેને સ્વાભિમાન સાથે જોડી શ્રમની પ્રતિષ્ઠા સ્થાપી! મહાભારત કર્મને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. તો પણ તે સાથે ભાગ્યને પણ સ્થાન આપી માનવામાં આવ્યું છે. કહેવાય છે કે કર્મશીલ-કર્મઠ પુરુષની પાછળ પાછળ લક્ષ્મીજી જાય છે. જ્યારે આળસુ-એદી વ્યક્તિની આગળ આગળ ચાલે છે અને આળસું તેની પાછળ દોડતો રહે છે. કર્મની જે વાત કહેવામાં આવી છે. તે માત્ર શ્રમ જ નથી. પરંતુ ઉદ્યમ પણ છે. ઉદ્યમશીલતા ઉત્પાદન શક્તિ જ જીવનનો વિકાસ કરે છે.
છેલ્લા પંદર વર્ષોથી હું એચ.આર. વિભાગમાં સેવા બજાવી રહ્યો છું ત્યારે મને પણ એવા ધણાં કર્મચારીઓ મળે છે કે સર આ વખતે મારો ૨૦૦૦ રૂપિયા પગાર વધારો કરી આપજો, મારે આ જરૂર છે, તે જરૂર છે… વગેરે વગેરે જેવા અનેક કારણો આપે છે, જ્યારે તેના કામ અને તેની સ્કીલ પ્રમાણે તેનો પગાર ૫૦૦૦ રૂપિયા વધવો જોઇએ, પણ જો કોઇ વ્યક્તિ સામે થી જ ઓછો પગાર માંગવા આવે તો કોઈ પણ કંપની તેને વધારે પગાર શેના માટે આપે? તેમજ કોઇ ઇન્ટર્વ્યુ આપવાં માટે આવે ત્યારે પણ કેટલાક ઉમેદવારો ઓળખાય આવે છે, જેમકે ફોન કરીને ડાયરેકટ પૂછે કે આ પોસ્ટ માટે જગ્યા છે, આપણે કહીં હાં તો તેનો બીજો સવાલ હોય કે શું પગાર આપશો? અરે ભઇ, તારૂં શું એજ્યુકેશન છે? શું અનુભવ છે? કે શું તારી સ્કીલ છે? તેની મને કશી જાણ નથી તો પગાર કેમ નક્કી થાય? જેમકે, લગ્ન માટે કોઇ છોકરીનો બાયોડેટા મળે કે તરત જ કહે કે મારી સાથે લગ્ન કરશે? કેવી લાગે આવી વાત? તમે જાતે જ વિચારો? ત્યારે તેવા ઉમેદવારો માટે મારો જવાબ હોય કે આવતા અઠવાડીયામાં અમે તમારો સંપર્ક કરશું. જ્યારે કોઇ એમ જવાબ આપે કે તમને મારી સ્કીલ, અભ્યાસ અને અનુભવને આધારે જે યોગ્ય લાગે તે આપજો, તો તે ઉમેદવારની પ્રથમ પંસદગી કરી લેવામાં આવે છે.
એક ઋગ્વેદની ઋચામાં કહ્યું છે… આ મારાં હાથ જ ઐશ્વર્યવાન છે. એટલે સુખ સમૃધ્ધિ આપનારા છે. મારો બીજો હાથ પણ વધુ ઐશ્વયવાન છે. તે હાથ બધાં રોગ-વ્યાધિઓને માટે ઔષધિ સરખા તેમજ તે મટાડનારા છે. આ મારાં બન્ને હાથો જીવનનાં સઘળાં દુઃખ દર્દો દૂર કરી શકે છે. આ સુખ સ્પર્શ કરનાર છે. મતલબ એ જ કે સુખ-સમૃધ્ધિ દાયક છે. આ ઋચાઓ ધ્વારા ‘શ્રમ-પરિશ્રમ’ ના મહત્વ તરફ અંગુલિ નિર્દેશ કરે છે. આપણાં હાથ આપણું કર્મ છે! આપણાં હાથ જગન્નાથ છે! આપણાં હાથ પરિશ્રમ માટેનાં ઉપકરણો છે. આ હાથ સુધી સમૃધ્ધિ આપનારા અને અનેક કષ્ટોને ભગાડનારા છે. આ હાથ ધ્વારા આપણે જગતમાં અનેક લાભો આપીએ છીએ તો પરમાર્થે પણ આપણાં જ હાથના સહાયક બને છે.
જ્યારે આપણે પોતે કંઈ લેવા-માગવા જઈએ તો થોડીક મુઠ્ઠી જ ભરી શકીશું, એટલે કે આપણે આપણી સ્થિતિથી જ માંગીશું, પરંતુ જ્યારે આપણે તેને ભગવાન પર છોડી દઈએ – તો આપણો આખો ખોબા ભરાઈ જશે – એટલે કે તે તેના દરજ્જા મુજબ આપશે આપે છે, ત્યારે તે આપણને આપણી અપેક્ષાઓ કરતાં વધુ આપે છે. કારણ કે આપણે બહુ ઓછી અપેક્ષા રાખીએ છીએ જ્યારે ભગવાન વધુ અને વધુ આપવા માંગે છે અને ઇશ્વર પણ જાણે છે કે આપણી પાત્રતા અને આપણું ચારિત્ર્ય કેટલું મહાન છે, અને આપણી જરૂરિયાત શું છે. અપેક્ષાઓ હંમેશા નુકસાન પહોંચાડે છે, તેથી ક્યારેય કંઈપણની અપેક્ષા ન રાખો, જે તમારું છે તે તમને મળશે. જ્યારે આપણે ઉપરના પર બધું છોડી દઈએ છીએ, ત્યારે તે પોતપોતાના હિસાબે આપે છે, માત્ર માંગવામાં આપણે ઓછા પડીએ છીએ, આપનારને ખબર નથી કે તે શું આપવા માંગે છે! તેથી જ તેને આત્મસમર્પણ કરો.. પછી તેની લીલા જુઓ..
રાધેય! રાધેય!!!
#દિવ્યેશ_સંઘાણી
https://www.divyesh.in/
ખાસ નોંધ:
તમે અને તમારા પ્રિયજનો આ આર્ટીકલ divyesh.in પર વાંચી શકો છો. જો તમે તમારા સોશિયલ મીડિયા નેટવર્ક પર આ સંદેશ શેર કરી શકો, તો હું સન્માનિત અનુભવીશ.
જો તમે મારા શબ્દોમાં મૂલ્યવાન માનો છો, તો હું માત્ર એટલું જ કહું છું કે તમે divyesh.in પર સંક્ષિપ્ત સમીક્ષા અથવા તો ટીપ્પણી લખો. અલબત્ત, મારા આ આર્ટીકલ વિશેનો કોઈપણ સકારાત્મક પ્રતિસાદ મારા માટે એવી વ્યક્તિ તરીકે માન્ય રહેશે કે જેણે તેના જીવનની સફરમાં અન્ય લોકોને ટેકો આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
આખરે, આ એક આપણાં બધા માટે જીતની પરિસ્થિતિ છે: તમને અને તમારા મિત્રો અને અનુયાયીઓનું નેટવર્ક એક નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને મને એક બેસ્ટ લેખકની સૂચિમાં સામેલ થવાની તક મળે છે – જેનું મેં હંમેશા સપનું જોયું છે.
Leave A Comment