આપણે વડીલોને ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ?
હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શકરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આર્શીવાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અથવા તો કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉત્સવદિને એમ અનેક મહત્વના પ્રસંગે તેમની ચરણવંદના કરીએ છીએ. કેટલાંક સામાજિક વર્તુળો – જૂથોમાં ચરણવંદના પછી અભિવાદન કરવામાં આવે છે અને પરસ્પરનો પારિવારિક પરિચય કરાવવામાં આવે છે.
ચરણસ્પર્શ કરવા તે તો બધી વ્યક્તી જાણતી હોય છે. પણ આપણે શા માટે આપણા વડિલો કે સાધુ સંત મહાઆત્મા કે બીજી કોઇ ખાસ વ્યક્તી ને જ ચરણસ્પર્શ કરીયે છીએ.
તો તેને જવાબ તમને મળશે કે બસ નાનપણ થી જ માતા-પિતા અથવા તો વડીલો કહેતા હતા કે તેમને તારે ચરણસ્પર્શ કરવા જોઇએ. તેથી હું પણ મારા વડીલો ને ચરણસ્પર્શ કરું છુ.
બસ તેમનો બીજો કોઇ જવાબ હોતો નથી. પણ કોઇએ તે જાણવા ની કોશીષ પણ કરી છે. તો તેનો જવાબ પણ તમને નકારાત્મક જ સાંભળવા મળશે.
સન્માન દર્શાવવાની વિવિધ પદ્ધતિઓ :
પ્રત્યુત્થાન –
આગંતુકને આવકારવા ઊભા થવું.
નમસ્કાર –
બે હાથ જોડીને નમસ્તે કરીને સન્માનકરવું. (જે અલગથી સમજાવાયું છે)
ઉપસંગ્રહણ –
વડીલો કે ગુરુજનોના ચરણસ્પર્શકરવા.
સાષ્ટાંહગ –
પગની પાની, ઘૂંટણ, છાતી, માથું અનેહાથ, એમ સમગ્ર શરીર વડીલના પગ પાસે દંડવત સ્થિતિમાં જમીન પર મૂકીને પ્રણામ કરવા.
પ્રત્યભિવાદન – સ્વાગત –
અભિવાદનનો પ્રતિભાવ આપવો.
કોણે કોની ચરણવંદના કરવી એ બાબતે આપણાં શાસ્ત્રોમાં નિયમો છે. સંપત્તિ, ગોત્ર, વય, નૈતિક શક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન – આ બાબતો યથાક્રમે, સન્માન પામવાની છતાં, રાજા, આધ્યાત્મિક ગુરુની ચરણવંદના કરે છે. રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોમાં આ બાબતનાં ઘણાં પ્રમાણ મળી રહે છે.
આ પરંપરાથી લોકોમાં પરસ્પર પ્રેમ અને આદરનું વાતાવરણ સર્જાય છે. કુટુંબ તથા સમાજમાં સંપ અને સુમેળ જળવાઈ રહે છે.
ચરણસ્પર્શ કરવા માટે નુ વિજ્ઞાનીક કારણ શુ હોય છે.
માણસ શેના વડે જીવે છે. તો તેનો જવાબ હશે “ઓકસીજન”.
કેમ ખરુ ને…. હાં તે ચોકકસ ખરું છે… પણ, આપણે જયારે શ્વાસ લઇએ છીએ ત્યારે ફકત ઓકસીજન જ આપણા શરીર માં જતો નથી. પણ સાથે પ્રાણ શકિત પણ આપણા શરીર મા જાય છે. ઓકસીજન તો ફકત એક માધ્યમ છે. ખરેખર તો આપણે આ પ્રાણ શકિત જ શ્વાસ મા લઇએ છીએ. જો આપણુ શરીર જો ખરેખર ઓકસીજન વડે ચાલતુ હોય તો કોઇ માણસ મૃત્યુ પામે ત્યારે જો તેને ઓકસીજન આપવા મા આવે તો તે માણસ જીવતો થઇ જવો જોઇએ ને… પરંતુ તે જીવત નથી થતા. કારણકે આપણુ જીવન ઓકસીજન વડે નહી પરંતુ પ્રાણ શકિત વડે ચાલે છે.
આપણે જયારે શ્વાસ લઇએ છીએ, ત્યારે ઓકસીજન ની સાથે આ પ્રાણ શકિત આપણા શરીર માંદાખલ થાય છે. અને ઉચ્છવાસ બહાર કાઢીએ, ત્યારે આ પ્રાણ શકિત બહાર નીકળતો નથી. કારણકેઆ પ્રાણ શકિત ને આપણુ શરીર ચુસી લે છે. પરંતુ જો કોઇ વ્યકતી નુ મૃત્યુ નજદિક હોય તો આ સમ્રગ ક્રિયા ઉંલટી થઇ જાય છે.
પ્રાણ શકિત પાણી ના નીયમ મુજબ કાર્ય કરે છે. જેમકે પાણી ઉંચી સપાટી પરથી નીચી સપાટી પર વહે છે. તેમ જ આ પ્રાણ શકિત પણ વહે છે.
પ્રાણ શકિત શુ છે?
પ્રાણ શકિત આપણા શરીર માંથી અવિરત પણે વહ્યા જ કરે છે. જયારે કોઇ બે અથવા તો બે થી વધારે વ્યકતી એક બીજા ને મળે છે. ત્યારે તેમનુઆભામંડળ ( તમે દેવ – દેવી સાધુ – મહાત્મ વગેરે ના ફોટા જોયા હશે.તેમાં તમે જોશો તો ખબર પડશે કે તેમના ચહેરાની પાછળએક ગોળ વર્તુળ દોરેલું હશે. ઘરના વડીલોને પૂછશો કે દેવી – દેવતા ના ચહેરા ની પાછળ આચક્ર અથવા તો વર્તુળ છે એ શુ છે? તો જવાબ મળશે કે તે તે એમની શકિત છે. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે શુ આવુ ગોળ વર્તુળ કે ચક્ર ફકત દેવી – દેવતા ના ચહેરા ની પાછળ જહોય છે. તો તેનો જવાબ નકારાત્મક આવશે. કારણ કે આવુ ગોળ વર્તુળ કે ચક્ર દરેક સજીવ નીઆસપાસ હોય છે. આ આભામંડળ સજીવ ની આસપાસ ૭ ઇંચ સુધી વિકસીત હોય છે. જયારે દેવ – દેવીસાધુ – મહાત્મ ના શરીર ની આસપાસ તે ૭ કિલોમીંટર સુધી વિકસીત હોય છે. વિજ્ઞાન આ વાતને માનતુ ન હતું. કારણ કે જો આવુ કોઇ આભામંડળ આપણી શરીરની આસપાસ હોય તો તે દેખાવુતો જોઇએ ને. પણ તે દેખાતુ તો નથી. પરંતુ હમણા જ ચાર – પાંચ વર્ષ પહેલા જ અમેરીકા નાવૈજ્ઞાનીકોએ એક એવા કેમેરાની શોધ કરી કે એ કેમેરાથી તમારા શરીર નો જો કોઇ ફોટોગ્રાફલેવા મા આવે તો તમારા આભામંડળ નો આખો ફોટોગ્રાફ આવી જાય. ) એકબીજા ને ટચ થાયછે. ત્યારે તરત જ એકબીજા ના શરીર માં પ્રાણ શકિત વહેંવા માંડે છે. જયારે તે સમતલ થાય છે ત્યારે તે સ્થીર થઇ જાય છે.
તેના માટે અમુક ઉદાહરણ જોઇએ.
આ ટ્રાન્સફર થવા ની ઘટના થિયેટર માં જોવા મળે છે. કારણકે ત્યાં ખુરશી એકદમ બાજુ – બાજુ માં જ હોય છે. એના કારણે આભામંડળ એકબીજા ને અડકે છે. એટલે તરત જ પ્રાણ વિનીમય તરત જ શરૂ થઇ જાય છે. આપણા માં જો પ્રાણ શકિત વધારે હોય તો આજુબાજુ માં બેઠેલી વ્યકતના આભામંડળ તરત જ આપણા માંથી પ્રાણ શકિત શોષવા માંડે છે. આથી ધણી વખત જયારે આપણે પીકચર જોઇને બહાર આવીએ છીએ. ત્યારે આપણે થાક બેચેની કે માથુ પકડાય ગયુ હોય તેવુ લાગે છે.
આ ક્રિયા હોસ્પિટલ માં પણ વધારે પ્રમાણ માં જોવા મળે છે. કારણકે ત્યાં સામાન્ય રીતે દર્દી વધારે પડતા હોય છે. જેથી ત્યાં આપણો પ્રાણ શકિત વધારે પ્રમાણ માં શોષાય છે.
આપણો પ્રાણ શકિત ખેંચાય તેથી આપણે કોઇ જ નુકશાન થતુ નથી કારણ કે તે પ્રાણ શકિત આપણુ શરીર બહાર થી થોંડી જ વારમાં ખેંચી લે છે.
આપણે ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ ?
સ્વભાવીક રીતે આ પ્રાણ શકિત આપણા થી વધારે વડિલો માં અને સાધુ – મહાત્મ માંએકત્રીત થયેલી હોય છે. તેથી જ આપણે વડિલો કેસાધુ – મહાત્મ ને પગે લાગીએ છીએ. શામાટે આપણે આપણા થી નાની વ્યકતી ને પગે નથી લાગતા? કારણકે વડિલો માં અને સાધુ – મહાત્મ માં આ પ્રાણ શકિત વધારે પ્રમાણ માં હોવાથી જયારે આપણે પગે લાગીએ છીએ ત્યારે ખરેખર તો આપણે તેના બને પગ ના અંગુઠા ને અડ્ડકવાનુ હોય છે. અને જયારે તે આપણા માથા પર તેમનો જમણો હાથ મુકે છે. ત્યારે જ આખી સરકીટ કમ્પલીટ થાય છે. અને તેમના શરીર નો પ્રાણ આપણા શરીર માં ટ્રાન્સફર થાય છે અને બન્ને ના શરીર માં પ્રાણ શકિત પણ સમતોલ થાય છે.
આવી જ રીતે તમે જો કયારેક જુના પીકચર માં જોયુ હોય તો જયારે બે વ્યકતી મળે છે ત્યારે તેમના બન્ને હાથ સામે વાળી વ્યકતી ના બન્ને હાથ સાથે મેળવતા હોય છે. કારણકે જયારે કોઇ વ્યકતી તેમના બન્ને હાથ સામે વાળી વ્યકતી ના બન્ને હાથ સાથે મેળવે ત્યારે જ આખી સરકીટ કમ્પલીટ થાય છે. અને તેમના શરીર નો પ્રાણ આપણા શરીર માં ટ્રાન્સફર થાય છે અને બન્ને ના શરીર માં પ્રાણ શકિત પણ સમતોલ થાય છે.
આપણા સમાજ માં ચરણસ્પર્શ નુ શુ મહત્વ હોય છે.
માણસ પોતાના પગ પર ઊભો રહે છે. દંડવત કરીને ચરણસ્પર્શ કરવા એ વડીલોની વય, પ્રૌઢત્વ, ખાનદાની, ચારિત્ર્ય અને દેવત્વનો આદર કરવાનું પ્રતીક છે. તેમણે આપણા માટે આપેલો ભોગ, લીધેલી કાળજી અને સ્વાર્થહિત પ્રેમની ઓળખ આપણે તેમના પ્રત્યે છે, તેવું સૂચવે છે. અન્યની મહાનતાને નમ્રતાપૂર્વક સ્વીકારવાની એ રીત છે. આ રિવાજમાં મજબૂત કૌટુંબિક સંબંધોનું પ્રતિબિંબ પડે છે. આવા કૌટુંબિક સંબંધો એ ભારતીય સંસ્કૃતિની શાશ્વતશક્તિ છે.
હિંદુસ્તાનમાં વડીલોના આશીર્વાદ અને શુભસંકલ્પનું બહુ ઊંચું મૂલ્ય અંકાય છે. આપણે વડીલોના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદની કામના કરીએ છીએ. પ્રેમ, શીલ અને દિવ્યતાથી પરિપૂર્ણ એવા એમના અંતરમાંથી મળતા આશીર્વાદમાં પ્રબળ શક્તિ હોય છે. આપણે નમ્રપણે અને સન્માનપૂર્વક ચરણસ્પર્શ કરીએ છીએ ત્યારે વડીલોની શુભાશિષનું આવાહન કરીએ છીએ અને આવી શુભાશિષ એક કલ્યાણકારીશક્તિ સ્વરૂપે આપણી રક્ષા કરે છે. તેથી પ્રણામ કરતી વખતે ઊભેલી કે ઝૂકેલી સ્થિતિમાં સ્થિર રહીએ ત્યારે આપણું સમગ્ર શરીર આશીર્વાદ દ્વારા વહેતી કલ્યાણકારી શક્તિને ગ્રહણ કરી શકે છે.
– દિવ્યેશ જે. સંઘાણી
Leave A Comment