પ્રેમ એટલે કે,
પ્રેમ એટલે કે….
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પણ પળાય એવો કાયદો….
પ્રેમ એટલે કે….
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણોનો કાફલો….
ક્યારે નહીં માણી હોય,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે….
પ્રેમ એટલે કે….
ધરતી પર નુ એક અને માત્ર એક સુખ,
કે જેના વિના સૌ કોઇને પણ ચાલે જ નહીં….
કારણ કે… તેના વિના છે આ જીંદગી,
પણ લાગે એ નિરશ અને બેકાર….
જેમકે ખાલી હલેશા વગરની નાવ ….
પ્રેમ એટલે કે….
બે દિલ વચ્ચેનો સંબધ,
જયાં સુધી છે અહેસાસ આ બે દિલ વચ્ચેના સંબંધનો,
ત્યાં સુધી છે વિશ્વાશ આ બે દિલ વચ્ચેના સંબંધનો,
એ જ તો ધરતી પર નુ અમૃત છે આ પ્રેમ….
“દિવાના”
Leave A Comment