કમાવાની ચિંતા નહિ,

ને રોજ લીલા લ્હેર,

ગુસ્સો છણકો મેણા – ટોણા,

વર્તવાનો કાળો કેર.

ટોપ, જીન્સ ને નાઇટી,

એય મસ્ત મજાના દ્રેસ,

કીર્ટી પાર્ટી, ક્લ્બ ડાન્સ,

ને રોજ નવા એડ્રેસ!!!

મસ્કા મારે મીલી ગ્રામ માં,

ને કામ થઇ જાય કિલો,

હોર્સ પાવર માં ગુસ્સો કરતો,

બોસ પણ થઇ જાય ઢીલો.

ઇન્કમટેક્ષ માં પણ રાહત,

ને બસ માં અલગ સીટ,

ઠસ્સો કરે મજાનો,

તો સૌની મંડાય મીટ.

કેટલા બધા સંભાળે ખાતા,

ગૃહપ્રધાન ભઇ નાણા પ્રધાન,

અરે એ ગૃહિણી…

આ લેખ લખવા માં,

પણ પાછળ ઉભી હોય છે. “વાઇફ”,

વાઇફ વગર નું જીવન એટલે,

“આત્મા” વગરની “લાઇફ”.

– DIVYESH J. SANGHANI