કંઇક નવી જ કહાની છે આ!!! પરંતુ ભારતના મોટા ભાગના ઘરો માં રહેતી સ્ત્રીઓ ની આ એક કહાની છે. આ કહાની છે એક એવી દિકરી ની, એક એવી સ્ત્રી ની કે એક પત્નિની અને એક માઁ ના દિલ ના અહેસાંસ ની એક કહાની જે ફકત તેના દિલ માં જ રહિ ગયેલ એક બંધ પુસ્તક ના પાંના જેવી…
ભારત ની કોઇ પણ સ્ત્રી પોતાના દિલ ની વાત કયારેય પણ કોઇ ની સામે રજુ નથી કરતી અને કયારેય રજુ પણ નહિ કરે. પરંતુ આજે આ વાત હુ તમારી સામે રજુ કરુ છુ. હાં આપણા માથી કોઇને એવુ પણ લાગશે કે શુ બકવાશ વાત કરે છે. પરંતુ એક સ્ત્રી ની વેદના ને સમાજવા માટે તમારે આ વાત જરૂર થી સાંભળવી જ પડશે. કારણ કે સમાજમા માત્ર સ્ત્રી ને જ શાના માટે દર વખતે કસોટી આપવી પડે છે. શુ તેમાં કોઇ પુરૂષ નો તેમા હાથ નથી હોતો??? તો તેનો જવાબ તમને મળશે કે તે તો પુરૂષ ની જાત છે તેને સજા ન હોઇ… સજા તો માત્ર સ્ત્રી એ જ ભોગવાની હોય. સ્ત્રી ના દિલ ની આ લાગણી ના અમુક પાના કંઇક આવા હોય છે…
રાધા એક ખુબ જ સુંદર અને ખુબ જ કેરીયર ઓરીયેન્ટેડ છોકરી હોય છે. તે જીવન માં એવુ માનતી હોય છે કે પ્રેમ બ્રેમ તો બસ બકવાશ હોય છે. પરંતુ તે જયારે પોતાના બી.ઇ. ના છેલ્લા સેમેસ્ટર માં હોય છે ત્યારે તેના જ ગ્રુપ સર્કલ ના એક કિશન નામ ના છોકરાની વાધારે નજદિક આવે છે. જોતજોતા માં તે પ્રેમ માં ન માનનારી પણ કિશન ના પ્રેમ માં પાગલ બની જાય છે. તેમના માતાપિતા ની એક ની એક દિકરી હોય છે. તેમના પરીવાર માં તેના માતાપિતા તેમનો નાનો ભાઇ અને રાધા હોય છે.
એક દિવસ ઘર પર આવે છે ત્યારે તે જુવે છે કે આજે તેના પપ્પા ખુબ જ મુડ માં દેખાતા હોય છે તેથી તે કંઇ પણ વિચાર કર્યા વગર તેના પપ્પા ને કહેવા લાગે છે કે પપ્પા મારે તમને એક વાત કહેવી છે. તેથી તેના પપ્પા બોલ્યા બોલ ને બેટા તારે શુ વાત કહેવી છે. તો રાધા બોલી કે મારે કિશન સાથે પ્રેમ થઇ ગયો છે. જે મારી સાથે જ કોલેજ માં સ્ટડી કરે છે અને તે પણ આપણી જેમ પટેલ જ છે. ત્યારે તેના પપ્પા ખુબ જ ગુસ્સે થઇ જાય છે અને તેને તેની સાથે મેરેજ કરવા માટે સખત મનાઇ કરે છે અને કહે છે કે મે તને શુ બી.ઇ. આવી રીતે લફરા કરવા માટે કરાવ્યુ હતુ કે તુ આવી રીતે લવમેરેજ કરી લે. આવી તકરાર ધણો સમય માટે ચાલી. આમ ને આમ રાધા નુ બી.ઇ. કંમ્પલીટ થઇ જાય છે. ત્યારે પણ તેમના પપ્પા નો એક જ જવાબ હતો કે હુ તને તેની સાથે મેરેજ કરવા માટેની પરમીશન નહિ જ આપુ.
આખરે એક દિવસ રાધા મોકો જોઇને ધરે થી ભાગી જાય છે અને કોર્ટ મેરેજ કરી લે છે. ત્યારે રાધા તેવુ વિચારતી હોય છે કે મેરેજ પછી તેના પપ્પા જરૂર થી માની જાશે કારણ કે તે પોતાના માતપિતા ની એક ની એક ખુબ જ વ્હાલી દિકરી છે. પરંતુ તે જયારે મેરેજ કરી ને તેના પપ્પા પાસે આવે છે ત્યારે તેના પપ્પા તેને ઘરમાંથી બહાર ધકેલી મુકે છે અને કહે છે કે આજ પછી કયારેય પણ આ ધરમાં તારો પગ પણ ના મુકતી.
રાધા એ પણ સુમધુર દાંપત્ય જીવનના સ્વપ્નાઓ જોયા હતા અને તેના મનના માનેલા પ્રેમને પામવા માટે તેણે પોતાનુ આખું જગત ઠુકરાવી દીધું હતું. કિશન એક સામાન્ય પરિસ્થિતિનો હતો અને સંયુકત કુટુંબમાં રહેતો હતો. લાખો અરમાનોથી ભરેલા હ્રદય સાથે રાધાએ શ્વસુરગૃહમાં પ્રવેશી ત્યારથી જ તેની સાંસુનો ત્રાસ શરૂ થઇ ગયો. નોકરી નહી કરવાની, ફુલફટાક થઇને નહી ફરવાનુ, પતિ પત્નિએ એકસાથે બહાર ફરવા નહિ જવાનું અને ઘરનુ બધુ જ કામ હાથે કરવાનું વગેરે વગેરે ધણાં હુકમો છોડાયા, બંધનો લદાયા. ત્યારે રાધા સાંસુમાના આવા આક્રમણ સામે જેને તેનુ સર્વસ્વ માન્યુ હતુ અને સોંપ્યું હતું એવા કિશન ને તે જ્યારે વાત કરે છે ત્યારે કિશન એક મુક પ્રેક્ષક બની જાય છે અને કહે છે કે મારી આગળ તારી કોઇ ફરિયાદ ન આવવી જોઇએ એવો ટૂંકો ને ટચ જવાબ આપી ને રાધા થી એક જ ઝાટકે અળગો થઇ જાય છે. ત્યારે રાધા તેમના દિલ ની લાગણીઓનાં પુષ્પો લઇ ને જીદગી ની કસોટી માં અટવાતી રહી.
આ વાત ની તેના માતાપિતા ને બે વર્ષ પછી કહિં થી ખબર પડે છે. ત્યારે તેના પિતા ને એટેક આવી જાય છે અને તેની માતા તેના આઘાત માં બેભાન અવસ્થામાં આવી જાય છે. ત્યારે તેમના પિતા ની આખરી ઇચ્છા તેમની દિકરી ને મળવાની હોય છે. તેથી તેનો ભાઇ રાધાને ફોન કરી ને મળવા માટે બોલાવે છે. પરંતુ રાધા ત્યાં પહોંચે તે પહેલા જ તેના પિતા નુ અવસાન થઇ જાય છે અને રાધા તેમની બેભાન અવસ્થા માં સંભાળ રાખવા માટે ત્યાં એક મહિના માટે રહે છે. ત્યાં જ એક મહિના પછી તેની માતા નુ પણ અવસાન થાય છે.
બીજી બાજુ તેમના ભાઇ ના લગ્ન થઇ ગયા હોય છે. તેમને ત્યાં પણ નાની છ – સાત મહિના ની છોકરી હોય છે. ત્યારે તેની ભાભી પણ તેના ભાઇ ને કહે છે કે રાધા હવે પછી કયારેય પણ આ ઘર માં પાછી ન આવવી જોઇએ. તેમનો રીલેશન પપ્પા – મમ્મી સુધી જ સીંમીત હતો. આપણે ત્યાં પણ દિકરી છે જો તેને રાધા ના સંસ્કાર તેને મળશે તો તે પણ કાલે કોઇની સાથે ભાગી જાશે. ત્યારે આપણે પણ સમાજ માં નીચુ જોવુ પડશે. અત્યારે શુ નીચું જોવુ પડે છે તે કંઇ ઓછું છે ત્યાં વળી વધુ એક વખત… ત્યારે તેનો ભાઇ પણ રાધા ને ફરી થી કયારેય તેના ધરમાં ન આવવા માટે નુ સુચન કરે છે. અને કહે છે કે તારે જયારે પણ કંઇ મદદ ની જરૂર પડે તો ફોન કરજે અમે લોકો તારે ઘેર આવી જશુ પણ તુ અમારે ઘર પર ન આવતી.
રાધા ત્યારે મનમાં વિચારે છે કે દુનિયા ખરેખર સ્વાર્થી છે. આ જમાનો જડ, ચાલાક અને વ્યવહારુ માણસો નો છે જયારે તે રહિ લાગણીશીલ, સરળ અને કલ્પનામાં જીવવાવાળી. આજે તેના સગા ભાઇએ પણ એવો મીઠી રીતે જાકારો આપ્યો કે ખબર પણ ન પડી કે તેને સહાનુભુતી આપી કે પછી… મારે માત્ર તેમના સાથ ની જરૂર છે નહિ કે તેની બીજી કોઇ મદદ ની જરૂર છે. આવા ને આવા વિચારો માં તે પોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.
રાધા ના દિલ ના બધા જ અરમાનોના પુષ્પો મુરઝાઇ ગયા. માળી જ જો બાગને ઉજાડે, નાવિક જ જો નૌકા ડુબાડે તો ફરીયાદ કોને કરવી??? શુ કરવી??? પ્રેમ કરવાની આટલી મેટી સજા મળશે એવી તેને પહેલેથી જ ખબર કેવી રીતે પડે???
કિશન વી.બી. ( લેંગવેજ ) ના બેઇઝ પર જોબ કરે. પરંતુ આવી મંદી માં પહોંચી વળવા અને ઘર ચલાવવા માંટે બેવડી જોબ કરે. બહાર ઢસરડા કરીને થાકીને લોથપોથ થઇને મોડી રાત્રે ઘર પર આવે. રાધા ત્યારે જો કંઇક પૂછવા જાય તો “ઘરમાં તો શાંતીથી રહેવા દે” એમ મોટે મોટે થી બરાડા પાડી ને રાધા એ કોઇ અપરાધ કર્યો હોય એવું પ્રસ્થાપિત કરતો કિશન. હમેંશા ગુસ્સામાં રાધાને હડધુત કરતો કિશન અને રાધાની રોમાંટીક વાતો… અને હરકતોથી કંટાળી ગયેલો કિશન… બસ રાધા ની જુવાની આમ જ નિરસ પસાર થઇ રહિ હતી.
વિચિત્રતા લાગે છે ને મારી વાતમાં?… સેકસ પ્રત્યેની સખત નફરત છતાંય રાધા બે બાળકોની માતા કેવી રીતે બની ગઇ તેની પણ તેને સમજણ નથી પડતી. હા એટલુ જરૂર થી જાણતી હતી કે તેમની દિલની લાગણીઓના પુષ્પો રાત્રીના અંધકારમાં ચોળાતા હતા, કચડાતા હતા એની સુવાસ કોઇને આવતી હતી કે કેમ તે તો ખબર ન હતી. પરંતુ રાધા સતત ગુગળામણ અનુભવતી હતી એ સીવાય બીજુ કંઇ અનુભવે પણ શુ? સમય અને સંજોગો સામે સાવ લાચાર, અસહાય, દુર્બળ સ્ત્રી બીજુ કરી પણ શુ શકે? હાં રાધા ની જેમ બે બાળકોની માતા જરૂર બની શકે.
બાળકો થતાં રાધા પોતાના બધા દુઃખ દર્દ ભૂલી ગઇ હતી. ત્યારે તે વિચારવા લાગી કે તે એક સફળ દિકરી, પત્નિ કે પ્રેમીકા ન બની શકી પરંતુ માઁ જરૂર બની શકશે એ ઉમંગ અને લાગણીથી નીતરતા હૈયાની ભીનાશ થી બાળકો ઉપર લીંપવાનું શરૂ કર્યુ. બાળકોને ભરપુર પ્રેમ આપવાનું નક્કી કર્યુ. બાળઉછેરમાં કોઇ કસર ન રહિ જાય એની ચીવટ રાખી કારણ કે અહિં જ તો તેણે પોતાના બી.ઇ. ના ભણતરનો, બુધ્ધિનો, ચતુરાઇનો ઉપયોગ કરવાનો હતો.
પરંતુ જીવનની આકરી કસોટી ના સફર માં રાધા એકલી ખુબ જ થાકી ગઇ હતી. આવી ને આવી ચિંતા માં ને ચિંતા માં તેમણે અનેક રોગો ને આંમત્રીત કરી દિધા. રોગોની મોટા ભાગની ડિકશનરી ના રોગો થઇ ગયાં હતાં. માથુ, હ્રદય, પેટ, ફેફસા, કીડની… વગેરે વગેરે લગભગ તમામ ભાગોના રોગો વારાફરતી થઇ ચુકયા હતા. તેથી કિશન કેટલીકવાર તેમના મિત્રો ને કહેતો કે બધા જ સ્પેશ્યાલીસ્ટોના દવાખાના અને દવાની દુકાનો તો તેમણા કારણે જ ચાલે છે.
આમ જીદગીમાં થાકેલી હારેલી તેમના પતિના કહેવા મુજબની રોગિષ્ટ અને માથે પડેલી સ્ત્રી… રાધા પોતાના બાળકો ને જ પોતાનુ ભવિષ્ય સમજી ને જીદગીભર ઢસરડા કરતી રહી.
અત્યારે રાધા ની જીષા દિકરી એકવીસ વર્ષની છે. રાધા તેમની દિકરી ને કંઇ પણ સલાહ આપે એટલે રિસાઇ જાય. હુ નાની હતી ત્યારે આમ અથવા તો તેમ કરતી એવું જો કયારેય કહે એટલે જીષા તરત જ કહે : “ફરી પાછી તે તારી રામાયણ ની કથા શરૂ કરી દિધી” . ત્યારે રાધા ને એવો ડર લાગે છે કે કયાંક જીષા પણ તેણી ની જેમ ટૂંકી બુધ્ધિમાં કોઇ ને દિલ ન બેસે એટલે તેની ભલાઇ માટે તેના પર નિયંત્રણ રાખવા જાઉં છુ તો એ પણ મારા પર હમેંશા ગુસ્સે જ થયા કરે છે. અને રાધા ને એની સૌથી મોટી તેમની દુશ્મન ગણવા લાગે છે. ત્યારે જીષા તેમના પપ્પાનો સાથ લઇને એનુ ધાર્યુ કરે છે. ત્યારે રાધા ને વિચાર આવે છે કે પોતાની માઁ આગળ કયારેય પોતાની પત્નિના બચાવ માટે કશું ન બોલી શકનાર આ પુરૂષને પોતાની દિકરી ના દિલની લાગણી ન ઘવાય તેની આટલી બધી ફિકર છે. જયારે તેમની પત્નિ ના દિલ ની લાગણી ની કયારેય ફિકર પણ ન થઇ.
રાધા નો દિકરો હિમાંશુ… તેમની તો વાત જ જવા દો… તે તો તેના પપ્પા કરતાં દસ ગણો ગુસ્સો તેની મમ્મી પર નીકાલે છે. મનફાવે ત્યારે તેની મમ્મી ને ખખડાવી નાંખવી. રાધા નુ અપમાન કરી નાખવુ તે તો તેના જન્મસિઘ્ઘ અધિકારો છે એવુ માને છે હિમાંશુ…. કયારેક કયારેક તો બાપ દિકરો મળી ને રાધાની બધા માણસો વચારે નીંચી પાડે છે. ફરી તારે કોઇ બિમારી આવી પડી, ફરી તને વાંકુ પડ્યુ, પાછુ તારુ મોઢુ પડી ગયુ, વગેરે વગેરે… એવા અનેક પ્રકાર ના વિધાનો ઉચ્ચારી રોજબરોજ રાધા ને તોડતા રહેતા હોય છે. ત્યારે રાધા વિચારે છે કે શુ આ એ જ પુરૂષ છે જેને પામવા માટે મેં જીવનભર નુ દુઃખ વહોરી લીધુ? શુ આ એ જ દિકરો છે કે જેમને મારું ભવિષ્ય માની જીદગી જીવી નાંખી?
રાધા પોતાની પુરી જીદગી એવા લોકોની વચ્ચે ગુજારે છે જે લોકો કદી પણ તેમના ન બન્યા… અને કદાચ બનવા માંગતા પણ નથી. રાધા ની સંવેદના તેમને માટે મજાક માટે નો વિષય છે અને તેમના દિલ ની લાગણી તેઓના જીવનનો સૌથી મોટો કંટાળો છે. આ વાત ને હુ જયારથી સમજણો થયો ત્યાર નો વિચારુ છુ કે ભગવાન લોકોના હ્રદય માં લાગણી નુ પ્રમાણ કેમ ઓછાવતુ રાખે છે? આ સવાલ નો જવાબ હુ પણ આજ સુધી શોધી શકયો નથી. નહિંતર હુ તમને તેનુ પણ સોલ્યુશન બતાવત….
રાધા નુ મન ઘણી વખત કચવાય અને તે લાગણીવશ થઇ ને રડી પડે કે તેમના જ કુટુંબ ના સભ્યોના વર્તનથી ભાંગી પડે તો તેમના ઘરના કોઇ જ તે ઘટના ને સ્વીકારતું નથી. બધા એમ માને છે કે તને તો હવે આ રોજનું થયું તેને સહાનુભૂતિ આપનાર કે સમજનાર કોઇ જ નથી.
જો કે સ્વભાવે તો રાધા પણ સ્વાભિમાની છે. તેમને કોઇની દયાની ભીખ નથી જોઇતી પરંતુ આવા સંજોગો હવે તેમના થી જીરવાતા નથી. કોઇ પણ માણસ ની સહન કરવાની પણ એક હદ હોય છે. હવે રાધા ને પણ લાગવા માંડયુ કે તેમની હદ બસ અહિં પુરી થઇ ગય છે.
મન મારી ને જીવવુ, અન્યાય, અપમાન, શોષણ સ્વીકારીને જીવવું એ પણ એક વિકલ્પ છે. પરંતુ રાધા માટે એ બહુ મુશ્કેલ છે કે તે એક ભણેલી છે…. તેથી એક ગમાર કે અબુધ સ્ત્રીની માફક જીવી પણ નથી શકતી.
રાધાની આ આખી કહાની સાચી છે કે આજકાલ લોકોની માનવીય સંવેદના મરી પરવારી છે. આવા મતલબી દંભી અને જડ લોકો ઠાવકા બનીને સમાજ માં વર્તે છે. સ્વભાવિક છે કે કદાચ તમને આવા લોકો પ્રત્યે કદાચ ગુસ્સો પણ આવે. સમાજ માં તમને કદાચ આવા કડવા અનુભવ પણ થાય. પણ તમારા પોતાના લોકો જ તમારી સાથે આવુ વર્તન કરે તો તમને કેવુ લાગે??? તેમ છતાં પણ તેમના ફેમેલી માટે “વો સુબહ કભી ને કભી તો આયેંગી” ની આશ ને આશ માં જ રાધા એ પોતાની પુરી જીદગી કુરબાન કરી દિધી.
Leave A Comment