માઁ એક અનુભવ છે સુરક્ષાનો, વિશ્વાસનો અને પ્રેમનો. તમારી પાસે આપવા માટે કદાચ કદી કદી સમય પણ ન હોય પણ તેની મમતાનો ખજાનો કદી ઓછો થતો નથી. માઁ એ ઈશ્વરની સામે પૂજનીય છે. એવુ કહેવાય પણ છે એક ‘જનની જન્મભૂમિ સર્વ થી મહાન છે’ પછી ‘માઁ’ નામના આ અદભુત અણમોલ અનુભૂતિને તમે કોઈ પણ સંબોધનમાં કેવી રીતે બાંધી શકો છો. આમ પણ ખાસ કરીને માઁ શબ્દ તો ફક્ત પ્રેમનો પર્યાય છે. તેની સાથે કશુ પણ ખોટુ જોડી જ ન શકાય. તેથી માઁ તો ફક્ત માઁ જ હોય છે.
‘માઁ તે માઁ બીજા બધા વગડાનાં વા’ એ કહેવત અનુસાર માઁ એ ખરેખર મમતાનો એક અનેરો સ્ત્રોત છે. સતયુગ હોય કે કળિયુગ માતા કદી કુમાતા ન જ બની શકે. માઁ નું અંતર હરહંમેશા પ્રેમથી તરબતર જ હોય પુરાણો અને પ્રાચીન કથાઓમાં ઘણી બધી નામાંકિત માતાઓનો ઉલ્લેખ થયેલો છે. યશોદામાતા, માતા જીજાબાઈ, માતા કુંતી, માતા કૌશલ્યા જેવી મહાન માતાઓની દ્રષ્ટાંત આજે પણ લોકજીભે છે. યશોદામાતા એ ભગવાન ક્રિષ્ના ની પાલક માતા હતા.
પોતાની કૂખે જન્મ આપનારી માઁ દેવકીએ પોતાના સંતાનનો જીવ બચાવવા તેને યશોદાને અપર્ણ કરી દીધો એ ભાવના ત્યાગનું અણમોલ દ્રષ્ટાંત બતાવે છે. શિવાજીને પરાક્રમી બનાવવામાં માતા જીજાબાઈનો અમૂલ્ય ફાળો હતો. પાંચેય પુત્રોની એક પ્રેમાળ માતા તરીકે કુંતા માતા કે જેમનો પડયો બોલ પાંડવો ઝિલતા હતા, તો એક આદર્શમાતા તરીકે માતા કૌશલ્યા કે જેઓ ઓરમાન દીકરાઓ પ્રત્યે પણ પ્રેમ અને સમભાવ રાખતા હતા. પ્રેરણાનો સ્રોત બની રહેલી, આ બધી જ માતાઓનાં નામ ઈતિહાસમાં સુવણર્અક્ષરે અંકાઈ ગયા ને અમર થઈ ગયા.
દેહ અર્પનારી ‘માઁ’ એટલે આપણી ‘જન્મદાત્રી માઁ’ પરંતુ માટીમાંથી માનવનો જન્મ થાય છે ને અંતે તે માટીમાં જ મળી જાય છે માટે ધરતીને પણ ‘માઁ’ કહી છે. ધરતી માઁના માનવજાતરૂપી બાળકો પર અગણિત ઉપકાર છે. નદીને પણ શાસ્ત્રોમાં ‘માતા’ કહી છે. તે આપણી ગંદકી દૂર કરે છે ને પાણીરૂપી જીવન બક્ષે છે. ગાયને પણ ‘માતા’ કહેવામાં આવે છે. કારણ કે તે દૂધરૂપી પોષણ આપે છે. પોષે તે માઁ આમ, કુદરતમાં પણ ત્યાગની મૂર્તિ તરીકે ‘માઁ’ને જ સ્થાન આપવામાં આવ્યું છે.
‘દીવાર’ ફિલ્મમાં જ્યારે શશી કપૂર અભિમાન પૂર્વક કહે છે કે ‘મેરે પાસ માઁ હૈ’ ત્યારે તેની સામે અમિતાભના બધા વૈભવ, એશ્વર્ય ફીકા પડી જાય છે. કહેવાનુ તાત્પર્ય એટલુ જ કે જયા આપણે ગંગા અને યમુના જેવી નદીઓને માઁ ના રૂપમાં પૂજીએ છીએ, તેમજ આપણી ભારત ની જન્મભૂમી ને પણ માઁ નુ સ્થાન આપીએ છીએ. અહીં સુધી કે તુલસીના છોડને પણ માઁ ના રૂપમાં પૂજીએ છીએ તો પછી બીજી માઁ ને માઁનુ સ્થાન કેમ નથી આપી શકતા.
માઁ તને સલામ કરી છીએ
કેટલી કોમળ કેટલી સુખદ અનુભૂતિ છે માઁ,
દિલની કેટલી પાસે છે માઁ.
નખશિખ સુધી મમતાની એક પ્રતિમા છે માઁ,
હાલરડુ ગાઈને સૂવડાવે છે માઁ.
વાગે મને તો રડે છે માઁ,
એક અવાજમાં દોડીને આવે છે માઁ.
બધા કામ કરવા તૈયાર રહે છે માઁ,
થાકી ગઈ એવુ કદી બતાવતી નથી માઁ.
સવારે જલ્દી ઉઠીને બધાને જગાડે છે માઁ,
કોઈને કોઈ વાતનુ મોડું ન થાય તેનુ ધ્યાન રાખે છે માઁ.
તબિયત સારી ન હોય તો થોડુ ઉંધી લે છે માઁ,
સવારે પાછી કામમાં લાગી જાય છે માઁ.
માઁ ની મહિમા કેટલી ન્યારી છે,
માઁ તો દુનિયામાં સૌથી વ્હાલી છે.
બાળકો માટે જીવે છે, બાળકો માટે સહન કરે છે.
બાળક જેવુ પણ હોય, છતાં માઁ તો ફક્ત પ્રેમ જ કરે છે.
કશી પણ આશા રાખ્યા વગર બસ આપતી રહે છે માઁ,
એક બાળકને ઉછેરવા કેટલા કષ્ટો સહન કરે છે માઁ.
અમે તો અમારુ નસીબ સમજીએ છીએ માઁ,
જનમ્યા તુ જ કૂખેથી, તને સલામ કરી છીએ માઁ.
જયાં સુધી આપણે સમજદાર નહોતા થયા ત્યા સુધી માઁ શબ્દ ખુબ મીઠો લાગતો. ત્યારે સવાર માઁ થી થતી અને રાત પણ એના ખોળા મા અથવા સુરક્ષા અને અત્યંત સ્વાર્થ રહિત એવા એના પવિત્ર પ્રેમ મા જતી. આ એજ માઁ છે જેને આપણુ કોઇ જ ન હતુ ત્યારે તેનુ સર્વસ્વ દીકરા ને હવાલે કર્યુ હતુ. આ એજ માઁ છે જેને ગર્ભપાત ન કરી ને આપણે સુંદર અને સુરક્ષીત જીવન આપ્યુ.
શું એવુ કોઇ છે જે માઁ થી અધિક પ્રેમ કરી શકે? શું એવુ કોઇ છે જે પોતનુ સર્વસ્વ ત્યાગી દે આપણા માટે? તો તેનો જવાબ છે ના કારણકે આ દુનિયા મા ફકત માઁ એજ વ્યકતી છે… જે પોતાના દિકરા કે દિકરી માટે પોતાના બધાજ સપનાઓ અને અરમાનો ન્યોછાવર કરી દે છે.
તમે સમાજ મા જનરલી જોઇ શકો છો કે માઁ ને વધારે વ્હાલા તેમના દિકરાઓ હોય છે. જયારે પિતા ને તેમની દિકરીઓ વધારે વ્હાલી હોય છે. તેમનુ એક સ્વાભીક કારણ એ હોય છે કે પિતા પોતાના દિકરા ને એક સાહસીક વ્યકિતના રૂપ જોવા માંગે છે જેથી તે દિકરા ને ઠપકો આપી ને માર્ગ દોરવા માંગે છે. જયારે માતા પોતાની દિકરી ને સાંસરે વળાવાની હોય છે તેથી તેમને ઠપકો આપી ને માર્ગ દોરવા માંગે છે.
પણ આ દુનિયાનો નિયમ કંઇક જુદો જ હોય છે. જેમકે દિકરી કે દિકરા ના લગ્ન પછી જીવન મા કંઇક જુદો જ વંળાક આવે છે. દિકરી ના લગ્ન પછી પોતાના પિતા ની નજદિક તો હોય જ છે. સાથે સાથે તે માતા ની પણ વધારે નજદિક આવે છે કેમકે તે હવે પોતાની માતા ને સારી રીતે સમજી શકે છે કે શાના માટે તેમની માતા તેમને ઠપકો આપી ને કંઇક સીખવવા માંગતી હતી. ત્યારે જયારે દિકરા ની વાત આવે તો તેમનુ ચલચીત્ર સાવ અલગ જ હોય છે. લગ્ન પછી દિકરો માતા અને પિતા થી દુર અને દુર થતો જાય છે અને તેમની પત્નિ ની નજદિક આવતો જાય છે.
તેના કરતા તો દિકરી સારી કે જે પોતાની માતા ની વેદના ને સમજે છે, સાંભળે છે અને લાગણી અને પ્રેમ ના છલો-છલ દરીયા મા આત્મિય અને પોતિકા રૂપી જહાજ મા સંભાળીને સફર કરાવે છે…
એવુ મનાય છે કે સમય બદલતો રહે છે અને સમય ની સાથે માનવી પણ બદલાતો રહે છે અને એ આધુનિક વિચારસર્ણી વાળો અભીગમ ધરાવતો થાય છે. ખાસ કરીને આજ ના આ યુગ મા તમે ઠેર – ઠેર દિકરાઓ ને બદલતા જોય શકો છો. તેમની પાસે પૈસો આવે છે, લગ્ન થાય છે. બસ પોતાની ધુન મા રહે છે. પણ આ બધી બાબતો મા આપણે ક્યારેય આપણી માઁ નો વિચાર થયો છે???
સમય સાથે માનવી આટલો બદલાય જશે એવી કલ્પના તો ખુદ ભગવાને પણ નહિ કરી હોય. માનવી નુ બદલવુ એ કદાચ સ્વાભાવિક હોઈ શકે પરંતુ દીકરાઓનુ બદલાવુ અને એ પણ નકરાત્મક બદલાવુ શુ યોગ્ય છે?
એવુ નથી કે દરેક દીકરા ઓ ક્રૂર હોય છે. સમાજ મા આજે પણ લાયક અને ખુબ પ્રેમાળ સંતાનો છે. પણ અહિ હુ માત્ર એવા જ દિકરઓ ની વાત કરવા માંગુ છુ જે સમાજ મા સારા હોવાનુ નાટક ખુબ જ વ્યસ્થિત રીતે શરમ વિના ગર્વ થી કરે છે. તેઓ નુ કહેવા નુ એમ થાય છે કે તેઓ શ્રેષ્ઠ સંતાનો છે કારણ કે તેઓને એમ લાગે છે કે પોતે જે કરી રહ્યા છે એ યોગ્ય છે પણ માઁ ને પુછ્યુ છે કે માઁ તારો શો અભિપ્રાય છે મારા વર્તન નો અને તારા પ્રત્યે ની ફરજો અને તારી સેવા અંગે નો? માઁ ને વગર માંગ્યે શુ જોઈએ છે એ આપણે નથી જાણતા પરંતુ આપણ ને શું જોઈએ છે તે માઁ આપણા વગર કહ્યે જાણી શકે છે? તો આવુ શા માટે?
શું દિકરાઓ પોતાની માઁ ને એક સ્ત્રી તરીકે ના પણ હકો આપ્યા છે? કે એમા પણ તેનુ શોષણ જ કર્યુ છે? લાગણી ધરાવનારી આ ભોળી અને ઈશ્વર થી પણ વધુ પ્રેમળ માઁ ને શબ્દો અને વર્તન ના ભયાનક ત્રાસ વડે તેના વિશ્વાસ અને લાગણીત્વ નુ ખુન કરતા હોય છે.
ખુબ જ ધન સગ્રહ કરી શકનાર દિકરાઓ! તમે તમારી માઁ ને પ્રેમ રૂપી સેવા તથા સમય રૂપી મોતી નથી આપી શકતા?
આવુ શા માટે જોવા મળે છે કે જે તમને ને સૌથી વધુ પ્રેમ કરે છે એને જ તમે રડાવો છો શા માટે? અને જેને તમારી ચિંતા જ નથી આની પાછળ રુદન કરો છો શાના માટે? શાના માટે તમે આટલા બધા સ્વાર્થી થય ગયા છો?
માઁ નુ કાળજુ કાપી નાખે એવુ અત્યંત પિડાદાયક દર્દ આપનાર, એને તેનુ જીવન છિનવી લેનાર હે સંતાનો ના-લાયકતા ની તો હદ તે પાર કરી જ નાખી છે, પણ હજુ પણ એ માઁ નુ મીઠુ લોહિ તમારા શરીર મા ફરી રહ્યુ છે, કંઈ નહિ તો એને તમને જન્મ આપ્યો છે એ યાદ કરી ને પણ એને આશ્વાસન તો આપો…….
માઁ ને પોતાની વૃધ્ધા અવસ્થા પછી મજબુત આશરા ની તથા સતત પ્રેમ ની અભિલાષા પોતના સંતાન પ્રત્યે હોય છે, એ પ્રેમ ને અને લાગણી ને પણ જયારે તેઓ વગર કહ્યે ના સમજિ શકે એટલી ભયંકર નિર્દયતા ને શું કહેવુ???
આ તેજ મા જે મીઠાં હાલરડાંના ઘેનમાં તમને સુવાડી પછી જ સૂતી, આજે એ ઊંઘમાંથી ઝબકી ઝબકીને જગી ઊઠે છે પણ બોલતી નથી. એના ધ્રૂજતા હાથમાંથી વારેવારે એક શંકા છટકી જાય છે કે દીકરાનો હાથ એને દગો દેશે તો ?
માઁ તો કુંટુંબની ધરી હોય છે પણ એનાથી બીજી શરમની વાત શુ હોય કે એ જ માઁ ને કદી કદી બાળકોને હાથે અપમાનિત થવુ પડે છે. આજે પણ એવી કેટલીય માતાઓ મળી જશે જે પોતાના બાળકોના હોવા છતાં વૃધ્ધાશ્રમમાં પોતાના જીવનના અંતિમ દિવસો વીતાવી રહી છે. તેથી જરૂરી છે કે આપણે માઁ શબ્દની પવિત્રતા અને તેના પ્રત્યેની આપણી જવાબદારીને સમજીએ. સંબંધોને વહેંચનારા સંબોધનોથી દૂર રહીએ.
દરેક પુત્ર અને પુત્રી એ ખરેખર તો ભગવાન પહેલાં માઁ ને પુજવી જોઇએ..માઁ શબ્દ ને સમજવાં માટે ખરેખર તો માઁ જેવી દ્રષ્ટિ કેળવવી જરૂરી છે… અને કાદચ માઁ ને સમજવાં માટે આ જન્મ પણ ઘણો નાનો પડે.
દિકરા ઓ હજુ મોડુ નથી થયુ…માઁ જતી રહે અને પછી વિરહ અને પસ્તાવો કરવો એ કરતા તો તેને પામી જવાનો રસ્તો સારો……
હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બીડાઈ ગયા પછી…
મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો…
અંતરનાં આશીર્વાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો…
કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે
પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો…
માતા પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ના ફળશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…
હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચ ભૂતમાં ભળી ગયા પછી, આ દેહના,
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો…
શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…
પૈસા ખર્ચતા સઘળું મળશે, માઁ-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો.
પ્રેમથી હાથ ફેરવીને, ‘બેટા’ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો.
Leave A Comment