યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે,
યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે.

યાદ કરો બચપણને યુવાનીમાં ધમકીઓ પણ આપી હતી,
યાદ કરો તેમાં જ જીવનની સાચી શીખો ભરી હતી એમણે.

યાદ કરો ને કદી ના ભુલશો પિતાની છત્રછાયાનો વારસો,
યાદ કરો વારસામાં તમને વ્હાલનો આસરો આપ્યો એમણે.

યાદ કરો પિતા કુટુંબના વડા તરીકે બાળક માટે આદર્શ છે,
યાદ કરો દુનિયાની સફળતાનો બોધ આપ્યો જ છે એમણે.

યાદ કરો તમને સંસારના બધાં સંસ્કારના પાઠ ભણાવ્યા છે,
યાદ કરો તેના બાળકો ને આત્મનિર્ભર બનાવ્યા છે એમણે.

યાદ કરો તેના અનેક નામ બાપુજી, પિતા, પાપાને ડેડી છે.
યાદ કરો શબ્દો અલગ પણ એક અર્થ શીખવ્યો છે એમણે.

યાદ કરો ને તમારા પિતાને વંદન કરો તેવું કહે છે દિવ્યેશ,
યાદ કરો આપી આશીર્વાદ તમારું જીવન ધન્ય કર્યુ એમણે.