પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે,
જોયા ની સાથે જ ભીતરે મારા એક ઉન્માદ સ્થાપે;
રોમાંચિત દિલ ધરતાં મારા સઘળા કલેશ મીટાવે,
મળવા માટે એક થવાને એ આમંત્રણ આપે…
પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે…
પ્રેમ છલકંતી અમી વહેતી સ્વર્ગસુખ ભરી દે,
જોયા ની સાથે જ ભીતરે મારા આરામ ધરી દે;
અનુરાગ આંજેલી આંખો તારી મુજને આલાપે,
જીદગીભર તારી સાથે રમવા એ આમંત્રણ આપે…
પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે…
પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને કૃતાર્થ કરનારી,
જોયા ની સાથે જ ભીતરે મારા કરુણાભરી દે;
હસે જો તુ તો બધું પ્રફુલ્લિત, સમીર સૌરભ,
દિશામાં રંગત ઉમળકા સાથે એ ભાવ ટપકે,
મોહિત કરી મારા દિલ ને એ આમંત્રણ આપે…
પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે…
સતત દ્રષ્ટિ માં અંક્તિ છે તારા પ્રેમનુ સ્વરૂપ,
આપણા વચ્ચે નું આ અતુટ બંધન અમર રહે,
જોયા ની સાથે જ જાન બનીને દિવાનો બનાવે;
અમૃત તારી દ્રષ્ટિ નુ મુજ અણું અણુંમાં વ્યાપે,
દર્દ મીટાવી મારી જીદગી ના એ આમંત્રણ આપે…
પ્રેમભરી આ દ્રષ્ટિ તારી મુજને આમંત્રણ આપે…
Leave A Comment